નસરલ્લાહ’ સિસ્ટમનો પ્રથમ ઉપયોગ, રિફાઈનરીને નિશાન
મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે Iran એ Israel ના ઉત્તર ભાગમાં આવેલા મહત્વના બંદર શહેર Haifa પર મિસાઇલ હુમલો કર્યો છે. ઈરાન દ્વારા આ હુમલામાં નવી ‘નસરલ્લાહ’ મિસાઇલ સિસ્ટમનો પ્રથમ વખત ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે, જે અપગ્રેડેડ કાદર બેલિસ્ટિક મિસાઇલ પર આધારિત છે.
ઇઝરાયેલના ઉર્જા મંત્રી Eli Cohen એ હુમલા અંગે જણાવ્યું કે ઉત્તર વિસ્તારમાં પાવર ગ્રિડને થોડી અસર પહોંચી હતી, પરંતુ નુકસાન “સ્થાનિક અને ખાસ ગંભીર નહીં” હતું. તેમણે ઉમેર્યું કે મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કોઈ મોટું નુકસાન થયું નથી.
બીજી તરફ, Islamic Revolutionary Guard Corps (IRGC) એ દાવો કર્યો છે કે હુમલામાં મોટા પાયે નિશાન સાધવામાં આવ્યા છે. ઈરાનના અહેવાલ મુજબ હૈફામાં આવેલી બાઝાન રિફાઈનરી અને Ashdod ની મહત્વપૂર્ણ ઓઇલ સુવિધાઓ પર હુમલો થયો હતો. IRGCએ પોતાના નિવેદનમાં કહ્યું કે “વેવ 65” ઓપરેશન દરમિયાન પહેલી વખત ‘નસરલ્લાહ’ સિસ્ટમનો ઉપયોગ થયો. મિસાઇલ સિસ્ટમ વધુ ચોકસાઈ માટે આધુનિક ગાઈડન્સ ટેકનોલોજીથી સજ્જ હોવાનું કહેવાય છે.
કાદર (Ghadr-110) મિસાઇલ મધ્યમથી લાંબા અંતરની બેલિસ્ટિક મિસાઇલ છે, જેની રેન્જ આશરે 1,500 થી 2,000 કિમી (કેટલાક સૂત્રો મુજબ 2,500 કિમી સુધી) માનવામાં આવે છે. આ મિસાઇલ 640-650 કિલોગ્રામ જેટલું હાઈ-એક્સપ્લોઝિવ પેલોડ વહન કરી શકે છે અને Mach 9 થી Mach 14 સુધીની ઝડપે પહોંચી શકે છે.
મોબાઇલ લોન્ચર્સ પરથી છોડવામાં આવતી આ મિસાઇલ સિસ્ટમ તેની જીવંતતા વધારે છે અને ઝડપથી પ્રતિક્રિયા આપવાની ક્ષમતા ધરાવે છે. નોંધનીય છે કે આ હુમલો તે પછી થયો છે જ્યારે ઇઝરાયેલે ઈરાનના સાઉથ પાર્સ ગેસ ફીલ્ડ પર પ્રહાર કર્યો હતો.
આ ઘટનાથી યુદ્ધ હવે ઊર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર કેન્દ્રિત થઈ ગયું છે, જેનાથી વૈશ્વિક ઊર્જા બજાર અને અર્થતંત્ર પર ગંભીર અસર પડવાની શક્યતા છે. હુમલા બાદ ઇઝરાયેલના પર્યાવરણ મંત્રાલયે જણાવ્યું કે હૈફામાં પડેલા મિસાઇલના અવશેષોને જોખમી પદાર્થ તરીકે તપાસવામાં આવી રહ્યા છે.