SURAT

સુરતમાં LPG ગેસની અછતની અફવા ખોટી!જિલ્લા પૂરવઠા અધિકારીની સ્પષ્ટતા

પૂરતો સ્ટોક ઉપલબ્ધ, નાગરિકો અફવાઓથી દૂર રહે

સુરત જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયામાં LPG ગેસ સિલિન્ડરની અછત અંગે વિવિધ અફવાઓ ફેલાઈ રહી હતી. આ અફવાઓને લઈને સામાન્ય નાગરિકોમાં ચિંતા જોવા મળી રહી હતી. જોકે, હવે જિલ્લા વહીવટીતંત્રે આ મુદ્દે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે સુરત જિલ્લામાં LPG ગેસની કોઈ અછત નથી અને પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે.

જિલ્લા પૂરવઠા અધિકારીએ જાહેર નિવેદનમાં જણાવ્યું કે જિલ્લામાં ગેસ કંપનીઓ અને એજન્સીઓ પાસે પૂરતા પ્રમાણમાં LPG સિલિન્ડરનો જથ્થો ઉપલબ્ધ છે. ગેસ એજન્સીઓ દ્વારા નિયમિત રીતે સિલિન્ડરની ડિલિવરી કરવામાં આવી રહ્ય છે અને પુરવઠા વ્યવસ્થાને સતત મોનીટર કરવામાં આવી રહી છે. તેથી નાગરિકોએ ગેસ અછત અંગેની સોશિયલ મીડિયા પર ફરતી અફવાઓ પર વિશ્વાસ ન કરવો.

વહીવટીતંત્રે વધુમાં જણાવ્યું કે બજારમાં કાળાબજારી, જમાખોરી અથવા ગેરકાયદેસર વેચાણ જેવી પ્રવૃત્તિઓ અટકાવવા માટે જિલ્લા પ્રશાસન સંપૂર્ણ સતર્ક છે. સંબંધિત વિભાગો દ્વારા સતત ચકાસણી અને દેખરેખ રાખવામાં આવી રહી છે જેથી સામાન્ય નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે, જિલ્લા પૂરવઠા અધિકારીએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ ગભરાટમાં આવીને ગેસ સિલિન્ડરનો વધારાનો જથ્થો એકત્રિત કરવાની જરૂર નથી. ગેસની પુરતી ઉપલબ્ધતા હોવાથી નિયમિત પ્રક્રિયા મુજબ જ ગેસ સિલિન્ડર બુકિંગ કરવું.

આ સાથે જો કોઈ વિસ્તારમાં ગેસ સપ્લાય સંબંધિત કોઈ સમસ્યા ઉભી થાય અથવા ડિલિવરીમાં વિલંબ થાય તો નાગરિકોએ તરત જ પોતાની નજીકની ગેસ એજન્સી અથવા જિલ્લા પુરવઠા કચેરીનો સંપર્ક કરવો, જિલ્લા વહીવટીતંત્રે ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે સુરત જિલ્લામાં LPG ગેસનો પુરવઠો સંપૂર્ણપણે સ્થિર છે અને કોઈપણ પ્રકારની અછત નથી. તેથી નાગરિકોએ અફવાઓથી દૂર રહી શાંતિપૂર્વક નિયમિત રીતે ગેસ સિલિન્ડર બુકિંગ કરવું.

Most Popular

To Top