ગાંધીનગર, તા. 10
‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ હેઠળ આવાસ ઉપલબ્ધ કરાવવામાં ગુજરાત દેશમાં પ્રથમ નંબરે છે. રાજ્ય સરકારે આ યોજનામાં મંજૂર કરેલા કુલ ૯.૫૭ લાખ આવાસમાંથી ૯.૧૫ લાખ આવાસો તૈયાર કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, તેવી વિગતો સરકારે વિધાનસભામાં રજુ કરી હતી.
આ યોજનામાં અગાઉ રૂ. ૩.૫૦ લાખની સહાય આપવામાં આવતી હતી.જેમાં વર્ષ ૨૦૨૪માં રૂ. ૫૦ હજારનો વધારો કરીને હવે રૂ. ૪ લાખની સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત ‘શહેરી વિકાસ વર્ષ -૨૦૨૫’ અંતર્ગત આ યોજના હેઠળ નવા ૭૮,૦૦૦ આવાસ તૈયાર કરવા અંદાજે રૂ.૭,૭૮૯ કરોડની રકમ ફાળવવામાં આવી છે.