Business

જાપાન પાસેથી શીખવા લાયક!

અણુબોમથી નષ્ટ થયેલું જાપાન આપણી આઝાદી પહેલા બીજા વિશ્વ યુદ્ધની લપેટમાં આવ્યા પછી વિકાસની ઝડપમાં કોઇ કસર ન રહી. જાપાનની રાજધાની ટોક્યોમાં આવેલું શિનજુકુ રેલ્વે સ્ટેશન દુનિયાનું સૌથી વ્યસ્ત રેલ્વે સ્ટેશન છે. દરરોજ લોખોની સંખ્યામાં લોકો મુસાફરી કરે છે. મેટ્રો શહેરી રેલ્વે અને ઉપનગરી રેલ્વે સેવાનું મુખ્ય મથક છે. જમીનથી ઉપર ટોટલ 5 માળમાં આ સ્ટેશન બનેલું છે. રસ્તાઓ પણ સુનિયોજિત છે. કોઇપણ વ્યક્તિને ત્યાં મુંજવણ ન થાય તે માટે ઘણી સુવિધાઓ કરવામાં આવી છે. જાપાનથી એક શીખવા જેવી વાત એ છે કે વિશ્વનું સૌથી વ્યસ્ત રેલ્વે સ્ટેશન હોવા છતાં પણ તે આયોજનબદ્ધ છે, તો આપણે પણ જો આયોજન, સમસ્યાને સમજીને વગેરે બાબતોને ધ્યાને રાખીને જ કોઇ પણ ઇમારત બનાવવી જોઇએ.
ગંગાધરા           – જમિયતરામ શર્મા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top