ગાંધીનગર, તા. 9
પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ પાવાગઢ ખાતે આવેલા હેરિટેજ સ્થળોના વિકાસ માટે સરકાર દ્વારા કામગીરી કુલ રૂ. 1,80,024નો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે.
વિધાનસભામાં પ્રશ્નના લેખિત જવાબમાં સરકારે આ માહિતી આપી હતી કે. 31/12/2025ની સ્થિતિએ છેલ્લા બે વર્ષ દરમિયાન પાવાગઢ હેરિટેજ સાઇટના વિકાસ માટે ખાસ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના માટે સરકાર દ્વારા કુલ રૂ. 1,80,024નો ખર્ચ કરવામાં આવ્યો છે.
પાવાગઢ ખાતે આવેલા ઐતિહાસિક જામી મસ્જિદ, સહર કી મસ્જિદ અને લકુલિશ મંદિર ખાતે હેરિટેજ લાઇટિંગની કામગીરી કરવામાં આવી છે, જેથી રાત્રિ સમયે આ ઐતિહાસિક સ્મારકોનું સૌંદર્ય વધુ ઉજાગર થાય અને પ્રવાસીઓને આકર્ષણ મળી રહે.