SURAT

સુરતની કાપોદ્રા પોલીસનો કડક એક્શન

ટ્રાફિકમાં અડચણ ઉભી કરનાર 15 રિક્ષાચાલકો સામે કેસ

સુરત શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે કાપોદ્રા પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જાહેર માર્ગ પર બેદરકારીપૂર્વક રિક્ષા ચલાવી લોકો માટે ટ્રાફિકને અડચણરૂપ બનતા રિક્ષા ચાલકો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. આ ડ્રાઇવ દરમિયાન કુલ 15 જેટલા રિક્ષાચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસ પાસે થી મળતી માહિતી મુજબ, સુરત શહેર પોલીસ કમિશ્નર તેમજ ખાસ પોલીસ કમિશ્નર, સેક્ટર-૧, ઝોન-૧ના નાયબ પોલીસ કમિશ્નર અને “એ” ડિવિઝનના મદદનીશ પોલીસ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શહેરમાં ટ્રાફિકને અવરોધરૂપ બનતા તેમજ જાહેર રોડ પર ગફલતભરી રીતે વાહન હંકારતા ચાલકો સામે કડક પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી.

આ સૂચનાઓને ધ્યાનમાં રાખીને કાપોદ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. ઓસુરા દ્વારા સ્ટાફને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. સોલંકી, સર્વેલન્સ પીએસઆઈ એમ.બી. વાઘેલા તથા પોલીસ સ્ટાફની ટીમ સાથે વિસ્તારમાં ખાસ ડ્રાઇવ યોજાઈ હતી. ડ્રાઇવ દરમિયાન પોલીસ સ્લટેશન વિસ્નાતાર નાકા, રિક્ષા સ્ટેન્ડ અને મુખ્ય ચાર રસ્તાઓ પર ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન જાહેર માર્ગ પર ટ્રાફિકને અવરોધરૂપ બનેલા તેમજ બેદરકારીથી રિક્ષા ચલાવતા ચાલકોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

પોલીસે આવા 15 રિક્ષાચાલકોને પકડી તેમના વિરુદ્ધ BNS કલમ 281 અને BNS કલમ 283 મુજબ ગુના નોંધ્યા છે. તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કાપોદ્રા પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી બાદ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકોમાં હડકંપ મચી ગયો છે. પોલીસનું કહેવું છે કે આવનારા દિવસોમાં પણ આવા ડ્રાઇવ ચાલુ રાખવામાં આવશે અને જાહેરમાં લોકોને મુશ્કેલી ઊભી કરનાર તથા ટ્રાફિકમાં અડચણરૂપ બનતા ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Most Popular

To Top