સર્જનમાં શક્તિ એટલે તાકાત, બળ, મધરગોડ, બ્રહ્મા, દેવી, માતા. “મારું, તમારું અને સૌનું અસ્તિત્વ એટલે સ્ત્રી-નારી-માતા. સ્ત્રી એટલે લક્ષ્મી અને સરસ્વતી. જે જગતનો આધાર છે. નારી-સ્ત્રી છે તો સૌંદર્ય, પ્રેમ, કરુણા, શ્રદ્ધા છે, ત્યાગ છે એની સૌથી મહત્વની સર્જનની પ્રક્રિયા છે. જીવન સર્જનનું પ્રતીક છે. માનવ જાતિના જન્મ, ઘડતર, વિકાસ માટે સ્ત્રી ઉપર જ પસંદગી ઉતારેલી છે. સ્ત્રી એટલે શક્તિ પણ જો સર્જક ન હોય તો સર્જન કેવી રીતે શકય બને. સૌ કહે કે દીકરી વ્હાલનો દરિયો, પછી જન્મતા પહેલાં જ મોત શા માટે? એ પિતાને શું કહીશું?
સંસાર રથના બે પૈડાનું શું થશે? સંસાર કઈ રીતે ચાલશે? સ્ત્રીનો જન્મ જોખમમાં હોય તો પછી સર્જન અટકી જશે. અલબત, સ્ત્રી સન્માન-આદર આઠમી માર્ચ આંતર રાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે મોટી મોટી વાતો થાય છે. ભારતીય સંસ્કૃતિમાં કહેવાયું છે કે જ્યાં સ્ત્રીની પૂજા થાય છે ત્યાં દેવતાઓ પણ રમણ કરે છે. પ્રસન્ન થાય છે. ભારતમાં નારીનું અપમાન કેમ? સન્માન કેટલું? કરોડો બાળકીની હત્યા શા માટે? કુરિવાજોથી છુટકારો છે ખરો? કહેવાતા સુધરેલા સમાજમાં વિચારોમા પરિવાર આવે, સ્ત્રીના ગૌરવનું અપમાન કરનાર શબ્દો, વાક્યો, કહેવતો દૂર થાય તો મહિલા દિનની ઉજવણી થશે. આજ એક પ્રશ્ન છે, મહિલાદિનની સાચી ઉજવણી કરીએ છે ખરાં?
નવસારી – કિશોર આર.ટંડેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
અમેરિકાના પ્રતિબંધની અસર
અમેરિકાના પ્રતિબંધની અસર એટલી વ્યાપક છે કે ભારતે પણ અમેરિકા ની 30 દિવસની છૂટ આપ્યા પછીજ રશિયા પાસેથી ક્રૂડ ખરીદવું પડે તે વિશ્વ ગુરુ બનવા જઈ રહેલા ભારત દેશની લાચારી કહો કે અમેરિકા નો ડર! હવે ચીજ વસ્તુઓ આયાત કરવા માટે પણ કોઈની મંજૂરી લેવી પડે તે આપની મજબૂતી નથી પરંતુ મજબૂરી સ્પષ્ટ દેખાઈ આવે છે ડોનાલ્ડ ટ્રમ્પ કોઈક મુદ્દે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બ્લેકમેઇલ કરે છે તેવું હવે વારંવાર વાંચવા સાંભળવામાં આવે છે જો એવું હોય તો તે ભારત દેશની સુરક્ષા પ્રગતિના હિતમાં નથી કોઈ દેશથી ડરીને રહેવું એ આપણી સભ્યતામાં નથી અને ભારત દેશના નાગરિકો નરેન્દ્ર મોદીની સાથે છે જે હોય તે વાતનો ખુલાસો કરવો દેશ હિત માટે જરૂરી છે
સુરત – વિજય તુઈવાલા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.