શ્રીલંકા નજીક સમુદ્રમાં એક ઈરાની જહાજ પર સબમરીન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 78 લોકો ઘાયલ થયા હતા જ્યારે 101 લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે. હુમલાને કારણે જહાજ સમુદ્રમાં ડૂબી ગયું હતું. સમાચાર એજન્સી રોઇટર્સ અનુસાર, શ્રીલંકાના સંરક્ષણ મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે. આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હોવાના અહેવાલ છે.
જોકે, શ્રીલંકાના પ્રવક્તાએ અહેવાલ આપ્યો છે કે આ હુમલામાં 32 લોકો ઘાયલ થયા છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. શ્રીલંકાના વિદેશ મંત્રીએ આ અંગે સંસદને માહિતી આપી છે. તેમણે કહ્યું કે સવારે 6 વાગ્યે ઈરાની ફ્રિગેટ IRIS dena માંથી ફોન આવ્યો હતો, ત્યારબાદ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
ડૂબી રહેલ ઈરાની ફ્રિગેટ આઈરિસ ડેના તરફથી કોલ મળ્યા બાદ શ્રીલંકન નૌકાદળે બચાવ કાર્ય માટે જહાજો અને વિમાનો મોકલ્યા હતા, જે શ્રીલંકન જળવિસ્તારોની બહાર હતું. અહેવાલોમાં જણાવાયું છે કે જહાજ ગાલેથી લગભગ 40 નોટિકલ માઇલ દૂર હતું અને તેમાં 180 ક્રૂ સભ્યો હતા.