દિલ્લીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક ને કથિત દારૂ નીતિ સંબંધિત ભ્રષ્ટાચાર કેસમાં Rouse Avenue Court દ્વારા તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. અદાલતના આ નિર્ણય બાદ મીડિયાના સમક્ષ તેમની ભાવુક પ્રતિક્રિયાએ સમગ્ર ઘટનાને વધુ માનવીય પરિપ્રેક્ષ્ય આપ્યો છે.આ ઘટના અમુક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સમાજને વિચારવા પ્રેરિત કરે છે.પ્રથમ, લોકશાહી વ્યવસ્થામાં ન્યાયપાલિકા સર્વોચ્ચ સંસ્થા છે અને તેનું નિર્ણય માન્ય અને માનનીય હોય છે. આરોપ સાબિત ન થાય ત્યાં સુધી કોઈપણ વ્યક્તિને દોષિત ગણવું યોગ્ય નથી. અદાલતનો આ નિર્ણય ન્યાય પ્રણાલી પર વિશ્વાસને વધુ મજબૂત બનાવે છે.
બીજું, મીડિયાની ભૂમિકા અત્યંત જવાબદારીપૂર્ણ છે. સંવેદનશીલ મુદ્દાઓમાં તથ્યઆધારિત અને સંતુલિત રજૂઆત સમાજમાં વિશ્વાસ જાળવવા માટે આવશ્યક છે. ભાવનાત્મક પ્રતિક્રિયાઓ સ્વાભાવિક હોઈ શકે, પરંતુ જાહેર ચર્ચા હંમેશા કાનૂની મર્યાદા અને તથ્યોના આધાર પર જ થવી જોઈએ.ત્રીજું, નાગરિક તરીકે આપણે સમજી લેવું જોઈએ કે કાનૂની પ્રક્રિયા લાંબી અને જટિલ હોઈ શકે છે. કોઈપણ તપાસ અથવા આરોપને અંતિમ સત્ય માની લેવું યોગ્ય નથી. લોકશાહીમાં પારદર્શિતા, જવાબદારી અને ધીરજ ,ત્રણેય સમાન મહત્વ ધરાવે છે.આવો સમય રાજકીય મતભેદોથી ઉપર ઊઠીને સંસ્થાઓ પર વિશ્વાસ જાળવવાનો છે. ન્યાયિક નિર્ણયનો માન, સંયમિત ભાષા અને તથ્યઆધારિત ચર્ચા જ એક સ્વસ્થ લોકશાહીની સાચી ઓળખ છે.
સુરત – આશિષ ટેલર- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.