World

નરેન્દ્ર મોદી પહોંચ્યા ઇઝરાઇલ: પીએમના તેલ અવીવ પહોંચતા પહેલા જ અમેરિકાએ 11 રેપ્ટર જેટ્સ તૈનાત કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયલ પ્રવાસે પહોંચી ગયા છે, આવતીકાલે એટલે કે તારીખ 26 ફેબ્રુઆરીના રોજ તેઓ ભારત પરત ફરશે. નવ વર્ષમાં આ તેમનો બીજો ઇઝરાયલ પ્રવાસ છે. પીએમ મોદી આજે રાજ્ય મુલાકાત માટે ઇઝરાયલમાં ઉતર્યા, તેમ જ તેમની ફ્લાઇટ વિશ્વભરમાં સૌથી વધુ ટ્રેક કરાયેલી ફ્લાઇટ બની ગઈ છે. પ્રધાનમંત્રી બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાના હેતુથી ઇઝરાયલની બે દિવસીય મુલાકાત પર છે. તેમ જ મુખ્ય મકસદ પશ્ચિમ એશિયામાં વધતા તણાવ, ખાસ કરીને અમેરિકા અને ઇરાન વચ્ચે વધતી અણબનાવની સ્થિતિ વચ્ચે આ મુલાકાતને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ત્યાં વસતા ભારતીય મૂળના લોકો પીએમ નરેન્દ્ર મોદીને મળવા માટે કિંગ ડેવિડ હોટેલમાં રાહ જોઈ રહ્યા છે. દીની મુલાકાત દરમિયાન તેઓ ઇઝરાયલના નેતૃત્વ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. ભારત અને ઇઝરાયલ વચ્ચે મહત્વપૂર્ણ સંરક્ષણ સોદાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. વડાપ્રધાન મોદી શુક્રવારે ભારત પરત ફરશે. તેમની આ પ્રવાસ પહેલા મોદી તેલ અવીવ પહોંચે એ પહેલા જ અમેરિકાએ એક મોટું લશ્કરી પગલું ભરતા 25 ફેબ્રુઆરી 2026ના આજરોજ અમેરિકાએ પહેલીવાર ઇઝરાયલમાં પોતાના 11 F-22 રેપ્ટર ફાઇટર જેટ તૈનાત કર્યા હતા. મહત્વની વાત એ છે કે આ તૈનાતી કોઈ સંયુક્ત કવાયત અથવા તાલીમ માટે નહીં પરંતુ સીધી ઓપરેશનલ તૈયારીના ભાગરૂપે કરવામાં આવી છે. ઇતિહાસમાં પહેલીવાર અમેરિકાએ આવી રીતે ઇઝરાયલની જમીન પર પોતાના અદ્યતન સ્ટીલ્થ વિમાનો ઉતાર્યા છે. અમેરિકાની આ લશ્કરી હરકતને પશ્ચિમ એશિયાની બદલાતી ભૂરાજકીય પરિસ્થિતિમાં એક મહત્વપૂર્ણ સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે. હવે વિશ્વની નજર આગળ શું પગલું લેવાશે તેની પર ટકેલી છે.

આ પગલાને ઇરાન માટે મજબૂત સંદેશ તરીકે જોવામાં આવી રહ્યું છે. મીડિયા અહેવાલો મુજબ, અમેરિકા પ્રદેશની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. કેટલીક અટકળો એવી પણ છે કે મોદીની મુલાકાત પૂર્ણ થયા પછી પરિસ્થિતિમાં મોટો ફેરફાર આવી શકે છે. જોકે સત્તાવાર રીતે કોઈ હુમલાની પુષ્ટિ કરવામાં આવી નથી. આ ઉપરાંત, વિશ્વનું સૌથી શક્તિશાળી પરમાણુ સંચાલિત વિમાનવાહક જહાજ USS Gerald R. Ford પણ ઇઝરાયલની નજીક પહોંચી ગયું છે. તેની સાથે અનેક યુએસ ફાઇટર જેટ અને હજારો સૈનિકોની તૈનાતી કરવામાં આવી છે. આથી સ્પષ્ટ થાય છે કે અમેરિકા પ્રદેશમાં પોતાની સૈન્ય હાજરી મજબૂત બનાવી રહ્યું છે.

Most Popular

To Top