National

કેરળનું નામ બદલાશે, કેન્દ્રીય કેબિનેટે પ્રસ્તાવને મંજૂરી આપી, આ હશે નવું નામ

કેરળ રાજ્ય અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. અહેવાલો અનુસાર કેન્દ્રીય મંત્રીમંડળે મંગળવારે કેરળનું નામ બદલીને “કેરલમ” કરવાના રાજ્ય સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કેરળમાં એપ્રિલથી મે દરમિયાન વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આ સરકારી નિર્ણયને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે મંગળવારે આ જાહેરાત કરી હતી.

દરખાસ્ત ક્યારે મોકલવામાં આવી હતી?
કેરળ વિધાનસભાએ 24 જૂન, 2024 ના રોજ સર્વાનુમતે એક ઠરાવ પસાર કર્યો હતો જેમાં કેન્દ્ર સરકારને કેરળનું નામ સત્તાવાર રીતે બદલીને કેરળમ કરવા વિનંતી કરવામાં આવી હતી. વિધાનસભા દ્વારા મોકલવામાં આવેલા આ પ્રસ્તાવને હવે મંગળવારે યોજાયેલી બેઠકમાં કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી આપી છે.

કેરળ વિધાનસભાએ બીજી વખત રાજ્યનું નામ બદલવાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો. અગાઉ ઓગસ્ટ 2023 માં કેરળ વિધાનસભાએ સર્વાનુમતે રાજ્યનું નામ બદલવાનો ઠરાવ પસાર કર્યો હતો અને તેને કેન્દ્ર સરકારને મોકલ્યો હતો. જોકે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ પ્રસ્તાવની સમીક્ષા કરી અને કેટલાક ટેકનિકલ ફેરફારો સૂચવ્યા. અહેવાલો અનુસાર આ પ્રસ્તાવ કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. તેમણે માંગ કરી હતી કે કેન્દ્ર સરકાર બંધારણની 8મી અનુસૂચિમાં સૂચિબદ્ધ બધી ભાષાઓમાં કેરળનું નામ બદલીને “કેરલમ” કરે.

Most Popular

To Top