Bharuch

ભરૂચના દરિયાઈ પટ્ટી પર કમોસમી માવઠું, લગ્નસરા બગડ્યા

કૃષિપાકને નુકશાનની ભીતિથી ખેડૂતોને આર્થિક ફટકો
ભરૂચ,તા.20
હવામાનમાં આવેલા અચાનક ફેરફારોથી લગ્નસરા અને ખેડૂતોની ઊંઘ હરામ કરી દીધી છે.ફેબ્રુઆરી મહિનાના મધ્યમાં ભરૂચ જીલ્લામાં કમોસમી વરસાદથી શિયાળુ પાકને મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.જેને કારણે લગ્નસરાની મોસમમાં પણ વરસાદના છાંટાથી જાણે વિધ્ન આવ્યું હોય એવો અહેસાસ થઇ રહ્યો છે.વરસાદથી યજમાનો અને કેટરર્સની ભારે દોડધામ વધી ગઈ છે.અને લગ્ન પ્રસંગોમાં આયોજકોને પણ આર્થિક ફટકો પડ્યો છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં શુક્રવારે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. હાંસોટના ગ્રામ્ય વિસ્તારો જેવા કે ઇલાવ, બાલોતા અને સાહોલમાં વરસાદી છાંટા પડ્યા હતા.અંકલેશ્વર GIDC સહીત કોસમડી,કાપોદ્રા,ભડકોદ્રા ગામોમાં કમોસમી માવઠું પડ્યું હતું.અણધાર્યા માવઠાથી નાગરીકોએ એક દિવસમાં વરસાદ,ઠંડી અને ગરમીનો અહેસાસ થશે.જેમાં તૈયાર થયેલો શિયાળુ પાકને નુકસાન થવાની શક્યતા છે.મિશ્ર ઋતુને લઈને બીમારીઓ વધવાનું જોખમ દેખાઈ રહ્યું છે.

Most Popular

To Top