SURAT

બાળક ચોરીની અફવા કે હકીકત?ઉન વિસ્તારમાં બે મહિલાઓ પર લોકરોષ,પોલીસ તપાસ શરૂ

સુરતના ઉન વિસ્તારની હંગામાખેજ ઘટના નો વિડિઓ સોસીયલ મીડિયામાં વાઈરલ થયો છે, બાળક ચોરીના આરોપસર સ્થાનિક લોકોએ બે અજાણી મહિલાઓને ઝડપી પાડી જાહેરમાં માર માર્યો હતો.ઘટનાની જાણ થતાં વિસ્તારમાં ભારે હોબાળો મચી ગયો અને મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા,પોલીસ અને સ્થાનિક સૂત્રો પાસે થી મળતી માહિતી મુજબ,કેટલીક મહિલા અને બાળકોને શંકા જતા બંને મહિલાઓને અટકાવી રાખવામાં આવી હતી. થોડા જ સમયમાં વાત ફેલાતાં લોકટોળું ભેગું થઈ ગયું અને ઉશ્કેરાયેલા લોકોએ બંને મહિલાઓ પર હાથ ઉઠાવ્યો. એક મહિલાને ટપલીદાવ પણ કરવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આ સાથે જ સમગ્ર ઘટના નો વિડીઓ સોસીયલ મીડિયા પર ખુબજ ઝડપ થી વાઈરલ પણ થયો હતો

બાળક ચોરીની અફવા પાછળ સત્ય શું છે તે હજી સુધી સ્પષ્ટ થયું નથી. બંને મહિલાઓ ખરેખર બાળક ચોરી કરવા આવી હતી કે પછી ગેરસમજનો ભોગ બની છે, તે મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે. માહિતી મળતાં જ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી અને બંને મહિલાઓને ભીડમાંથી સુરક્ષિત બહાર કાઢી પોતાના હવાલે લીધી હતી.

હાલ વાઈરલ વિડિઓ અને સ્થાનિકો ની પૂછપરછ બાદ પોલીસે બંને મહિલાઓનું મેડિકલ પરીક્ષણ કરાવ્યું છે અને તેમની ઓળખ તેમજ હકીકત જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે. અધિકારીઓએ નાગરિકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને કાયદો પોતાના હાથમાં ન લેવા અપીલ કરી છે.હાલ સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં તણાવપૂર્ણ શાંતિ છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે અને હકીકત બહાર આવે ત્યાર બાદ જ સમગ્ર મામલામાં સ્પષ્ટતા થશે.

Most Popular

To Top