Entertainment

ધુરંધર ફિલ્મનું પ્રમોશનલ સિકવલ સોંગ ફેબ્રુઆરીમાં રિલીઝ થશે, જયારે ટ્રેલર લોન્ચ થશે પાંચ માર્ચે

ડિરેકટર આદિત્ય ધર અને રણવીર સિંધ, અક્ષય ખન્ના, સંજય દત્ત, રાકેશ બેદી  અર્જુન રામપાલ, આર માધવન  અભિનિત બહુવખણાયેલી અને બોકસ ઓફિસ પર ખાસ્સી ગાજેલી એવી ફિલ્મ ધુરંધરની સિકવલ ધુરંધર – ધ રિવેન્જ દર્શકોને જલસા કરાવવા આવતા મહિને આવી રહી છે. આ ફિલ્મ 19 માર્ચે રિલીઝ થશે એ પહેલા આ ફિલ્મચાહકોને સોગાદ રૂપે ધુરંધર ચાહકો માટે આ ફિલ્મનું પ્રમોશનલ સિકવલ સોંગ આ મહિનામાં રિલીઝ થશે, જયારે આ ફિલ્મનું ટ્રેલર હોળી પછી રિલીઝ થશે. રિલીઝ પહેલા ગીત અને ટ્રેલર દ્વારા બનાવવામાં આવતો હાઇપ બોક્સ ઓફિસ પર સકારાત્મક અસર કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ફિલ્મ સૌથી વધુ અપેક્ષા ધરાવતી સિક્વલ પ્રોજેક્ટોમાંથી એક છે.

પહેલી ધુરંધર ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર ધમાલ મચાવી હતી અને દર્શકોના દિલ જીતી લીધા હતા. એ જ કારણે આ સિક્વલ પાસેથી અપેક્ષાઓ આસમાને છે. મેકર્સ પણ આ અપેક્ષાઓ પર ખરા ઉતરવા માટે કોઈ કસર છોડવા માગતા નથી. ફિલ્મના પ્રમોશન માટે ગીત અને ટ્રેલર બંનેને સમયસર અને સ્ટ્રેટેજિક રીતે રજૂ કરવામાં આવી રહ્યા છે.  આ ટ્રેલર લોન્ચ એક ભવ્ય ઇવેન્ટ રૂપે યોજવામાં આવશે, જેમાં ફિલ્મ સાથે જોડાયેલા મુખ્ય કલાકારો અને નિર્માતા ટીમ હાજર રહેશે. અગાઉની ફિલ્મની જેમ આ વખત ટ્રેલર લોન્ચ માટે મોટા સ્તરે આયોજન કરવામાં આવી રહ્યું છે. પ્રચાર માટે મ્યુઝિક રાઇટ્સ એક મ્યુઝિક કંપની દ્વારા ખરીદવામાં આવી છે અને તેની ડીલ પણ મોટી રકમમાં પુરી થઈ છે. પહેલાં ગીત, પછી ટ્રેલર અને ત્યારબાદ ફિલ્મ રિલીઝ તે રીતે સ્ટ્રેટજી રાખવામાં આવી છે જેથી દર્શકોની રુચિ લાંબા સમય સુધી જાળવી શકાય અને ફિલ્મની સફળતા માટે સૌથી વધુ યોગ્ય માહોલ તૈયાર થાય.

Most Popular

To Top