તાજેતરમાં એક પેટન્ટને માન્યતા મળી છે. વાત એમ છે કે કલ્યાણ મુંબઈ બી.કે. બિરલા પબ્લિક સ્કૂલની ધો.10ની પંદર વર્ષની વિદ્યાર્થિનીએ અનુષ્ઠાનંદા વિદ્યાર્થીઓ સ્મલીંગફેન સાથે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરવાના છાપાના સમાચારથી વ્યથિત થઈ. જેથી એને એવો ફેન બનાવવો જોઈએ કે જે આવી દુ:ખદ પરિસ્થિતિ અટકાવી શકે. સામાન્યત: એન્જિનિયરીંગને મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓના તીવ્ર સ્પર્ધાને કારણે સ્ટ્રેસ અનુભવી એકલતાનો સામનો ન કરી શકતા હોસ્ટેલની રૂમમાં જ આત્મહત્યા કરી લેતાં હોય છે. એ ફેનમાં એવું મોડયુલ છે કે જેમાં વોર્ડન, માતાપિતા અથવા સંબંધિત અધિકારીશ્રીઓના ફોન નંબર નોંધેલા હોય છે જે પાંચ જ સેકંડમાં આ ફેન વધારાનું વજન શોધી કાઢી તુર્ત જ કોલ કરી દે છે.
સિસ્ટમ વિદ્યાર્થીને ચેતવણી આપ્યા વિના આ કામ કરે છે ને પંખાને તોડતી પણ નથી. એલાર્મ તુર્ત જ સિગ્નલ મોકલે છે જેથી જે તે સ્વજનને જાણ થઈ જાય છે. આ પંખો સામાન્ય પરિસ્થિતિમાં છતના પંખાની જેમ કામ કરે છે. જો કે એ એક સ્માર્ટ સિક્યોરિટી મેકેનિઝમ ધરાવે છે ને પહેલેથી નોંધાયેલા ફોન નંબર પર જાણ કરી દે છે. જેથી ઉજ્જવળ ભવિષ્ય વિદ્યાર્થીની જિંદગી બચી જાય છે. એના પિતા ડો. શ્યામસુંદર નંદી વિજ્ઞાનિક અને માતા સંચિતા નંદી સેન્ટ્રલ રેલવે જુનિયર કોલેજમાં લેક્ચર હતાં. આ ફેન આત્મહત્યા અટકાવવા મદદ કરે છે. આ દુરંદેશી તેજસ્વી દીકરીએ આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન સ્પર્ધાઓમાં ભાગ લઈ અનેક પુરસ્કારો પ્રાપ્ત કર્યા છે.
સુરત – રમિલા પરમાર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે