Business

મેરી હર બાત બે-અસર હી રહીનક઼્સ હૈ કુછ મેરે બયાન મેં ક્યા?

રી દરેક વાત બેઅસર જ રહી, શું ત્રુટી છે મારા બોલવામાં કંઈ? તમારી વાત સામેના વ્યક્તિને અસર નહીં કરે ત્યારે તમારું બોલવું વ્યર્થ થઈ જાય. તમારા બોલવાની સામેના વ્યક્તિઓ પર કોઈ અસર નહીં થાય ત્યારે એવું લાગે કે વક્તવ્યમાં કોઈ ત્રુટી (નક઼્સ) રહી ગઈ હોય. આપણી વાત જ્યારે સામેના વ્યક્તિ સુધી નહીં પહોંચે ત્યારે તે વ્યક્તિને એ વાતની અસર નહીં થાય. બીજી રીતે કહીયે તો કોઈ વાતચીત વખતે પણ સામેના વ્યક્તિને તમારી વાત નહીં સમજાય ત્યારે એવું લાગે કે આપણી વાતમાં કોઈ કમી રહી ગઈ હશે. સભાઓમાં અપાતા વક્તવ્ય વખતે પણ ઘણી વખત શ્રોતાને કશું સમજાતું નહીં હોય કે પછી શ્રોતા કશું સમજી શકે તેવું બોલાતું નહીં હોય તેવી સ્થિતિ સર્જાય. પરંતુ ઘણીવાર બે વ્યક્તિ વચ્ચે થતી વાતચીતમાં પણ સામેની વ્યક્તિ કોઈ પ્રત્યુત્તર નહીં આપે કે હાવભાવથી પણ કોઈ જવાબ નહીં આપે ત્યારે એવું થાય કે આપણાં બોલવામાં કોઈ કમી રહી ગઈ હોય. પ્રિયજન અને આશિક વચ્ચેનો પ્રેમનો સંવાદ પણ જો આવી રીતે બિનઅસરકારક થઈ જાય તો બંનેના દિલ નારાજ થઈ જાય. આવું ઘણી જગ્યાએ બનતું હોય છે કે કોઈ વ્યક્તિ કશુંક ભારપૂર્વક કહે પરંતુ સામેથી તે વાતને જાણે સાંભળી જ નથી તે રીતે વર્તન થાય. ત્યારે બોલનારાને એવું લાગે કે કદાચ મારા બોલવામાં જ કોઈ કસર રહી ગઈ હશે. મારા બોલવામાં જ કોઈ ત્રુટી કે ભૂલ રહી ગઈ હશે. ત્યારે સાંભળનારા કરતા બોલનારા ઉપર તેની માટી અસર જોવા મળે છે. આખા જીવનને બદલી નાંખે તેવી કોઈ ટકોર જ્યારે કોઈ કરતો હોય ને ત્યારે પણ જો તેનો યોગ્ય પ્રતિભાવ સાંભળનારાના ચહેરા ઉપર જોવા નહીં મળે ત્યારે બોલનારાની સ્થિતિ કફોડી બની જતી હોય છે. આ વાત બે પ્રેમ કરનારા વચ્ચે હોય કે પછી વક્તા અને શ્રોતા વચ્ચે હોય. જ્યારે બોલવાની અસર નહીં થાય ત્યારે બોલવાનો કોઈ અર્થ રહેતો નથી. આ રીતે બોલવા કરતા તો મૌન રહેવું વધુ બહેતર છે. •

  • જૌન એલિયા

Most Popular

To Top