Dakshin Gujarat

દક્ષિણ ગુજરાતમાં 60થી વધુ વયના લોકોનું રસીકરણ

સાપુતારા : ડાંગ જિલ્લામાં (Dang District) 60થી વધુ વયના વ્યક્તિઓનો કોરોનાની રસી મુકવામાં આવી હતી. જિલ્લામાં આજે જિલ્લાની 3 સી.એચ.સી, 10 પી.એચ.સી અને આહવા હોસ્પિટલમાં વેક્સિનેશનનો (Vaccination) કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બીજી તરફ દાદરા નગર હવેલીમા (Dadra Nagar Haveli) 1માર્ચના રોજથી 60વર્ષથી ઉપરના લોકોને કોવીશીલ્ડ વેક્સીનની રસી સેલવાસ વિનોબાભાવે નર્સિંગ કોલેજ ખાતે અને પ્રદેશના દરેક પીએચસી સેન્ટર,સબ સેન્ટર પર વેક્સીન આપવાનુ શરુ કરવામા આવ્યુ છે.

વડાપ્રધાન મોદી સહિત દેશનાં વયસ્ક નેતાઓએ કોરોનાંની વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો ત્યારે ડાંગમાં પણ આરોગ્યકર્મીઓ દ્વારા વૃદ્ધ વ્યક્તિઓને વેક્સિનનો ડોઝ આપ્યો હતો. 60થી વધુ સિનિયર સિટીઝન ધરાવતાં 130 લોકોને કોરોનાં વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. જોકે વેક્સિનનાં કાર્યક્રમ દરમિયાન કોઈપણ વ્યક્તિ ઉપર વેકેશનની આડઅસર જણાઈ ન હતી. આ કાર્યક્રમ આગામી દિવસો સુધી ચાલુ રહેશે તેમ આરોગ્ય વિભાગ તથા ડાંગ વહીવટી તંત્ર દ્વારા માહિતી મળી હતી.

દાદરા નગર હવેલીમા સીનીયર સિટિઝનોને કોવીશીલ્ડ વેક્સિનની રસી મુકાઈ

કોરોના મહામારીને કાબુમા લેવા માટે આખા દેશમા કોવીશીલ્ડ વેક્સિનની રસી આપવાની કાર્યવાહી ચાલી રહી છે. જેમા પ્રથમ કોરોના વોરિયર્સને અને મેડીકલ સ્ટાફને વેક્સીન આપવામા આવી હતી. દાદરા નગર હવેલીમા 1માર્ચના રોજથી 60વર્ષથી ઉપરના લોકોને કોવીશીલ્ડ વેક્સીનની રસી સેલવાસ વિનોબાભાવે નર્સિંગ કોલેજ ખાતે અને પ્રદેશના દરેક પીએચસી સેન્ટર, સબ સેન્ટર પર વેક્સીન આપવાનુ શરુ કરવામા આવ્યુ છે.

આની સાથે 45 વર્ષથી વધુ અને 60 વર્ષ નીચેના લોકો જેઓને કોઈ બીમારી હોય તો તેઓ માટે પણ વેક્સીનની રસી આપવામા આવશે જેથી સ્વાસ્થ્ય વિભાગ દ્વારા પ્રદેશની જનતાને અનુરોધ કરવામા આવ્યો છે કે કોવીશીલ્ડ વેક્સીન લગાવવા માટે રજીસ્ટ્રેશન કરાવવામા આવે અથવા તો નજીકના પીએચસી સેન્ટર પર શરીરમા જે કોઈ બીમારી હોય તેનુ પ્રુફ લઇ ત્યા પોહચી વેક્સીનની રસી લઇ શકશે. આ રસી સરકારી હોસ્પીટલોમા મફતમા આપવામા આવશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top