SURAT

સુરતનો ચોંકાવનારો કિસ્સોઃ 23 વર્ષની ટીચર 13 વર્ષના સ્ટુડન્ટ સાથે સપ્તાહમાં 4 વાર સેક્સ કરતી, ગર્ભવતી થઈ

સુરતઃ શહેરમાં ૨૩ વર્ષની એક ટ્યુશન શિક્ષિકાએ 13 વર્ષના વિદ્યાર્થીને ભગાડી જવાની ચકચારી ઘટના શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. પુણા પોલીસે શિક્ષિકાને ઝડપી લીધા બાદ તેના મેડિકલ રિપોર્ટમાં નવો ઘટસ્ફોટ થયો છે. ટીચર પાંચ મહિનાની પ્રેગનેન્સી ધરાવતી હોવાનું જાણી પોલીસ પણ ચોંકી ઉઠી છે. પોલીસે શિક્ષિકાને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

  • 13 વર્ષીય વિદ્યાર્થી સાથે જયપુરમાં સંસાર માંડવાનું સ્વપ્ન હતું
  • આને તો પ્રેમ-લાગણી કહેવા કે શરીરસુખની ઘેલછા? સપ્તાહમાં બે-ચાર વખત શરીરસંબંધ બાંધતી હતી
  • કોર્ટે શિક્ષિકાના એક દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા

23 વર્ષીય આ યુવતીએ, કિશોરની સાથે લગ્નજીવન નિર્વાહ કરવા માંગતી હોવાની વિગત પોલીસને સ્ટેટમેન્ટમાં જણાવી હતી. તે જયપુરમાં રૂમ ભાડે મેળવવા ગઇ હતી, પરંતુ અહીં તેને રૂમ નહીં મળતા તે અમદાવાદ રૂમ શોધવા ગઇ, તે દરિમયાન પોલીસે તેને પકડી પાડી હતી. પોલીસની ચુંગાલથી બચવા તેણે મોબાઇલ નંબર બદલી નાંખ્યો હતો.

પોલીસે નવો નંબર વડોદરાની હોટલમાંથી મેળવ્યા બાદ યુવતીનું લોકેશન સુરતથી જયપુરથી દિલ્હી, ત્યાંથી વૃંદાવન-જયપુર તરફનું મળી આવ્યુ હતું. દરમિયાન પોલીસને તપાસમાં એવી પણ ચોંકાવનારી વિગતો મળી આવી છે કે શિક્ષિકાને જે પાંચ માસનો ગર્ભ છે, તે તેના 13 વર્ષીય પીડિત વિદ્યાર્થી થકી જ છે.

કિશોર સાથે લગ્નજીવન જીવવા ઘરેથી 50 હજાર લઈને ભાગી હતી
પીઆઇ દેસાઇએ જણાવ્યું કે એકલતામાં યુવતીએ ભાન ભૂલીને કિશોર સાથે છેલ્લા એક વર્ષથી શારિરીક સબંધ બાંધ્યા હોવાનું નિવેદન આપ્યું છે. આ ઉપરાંત કુટુંબમાં તેને વારંવાર અપમાનિત કરાતી હોવાથી તેણે કિશોર સાથે જયપુર જઇને લગ્નજીવન જીવવાનું નક્કી કર્યું હતું. અહીં તેણે નોકરી શોધી લીધી હતી, પરંતુ તેને રહેવા માટે રૂમ નહીં મળતા તેણે અમદાવાદ સેટલ થવાનું નક્કી કર્યું હતું. યુવતી રૂ.50 હજાર રોકડા લઈને ભાગી હોવાની વિગતો જાણવા મળી છે.

કિશોર સાથે સપ્તાહમાં બેથી ચાર વખત સબંધ બાંધતી, પોતાની પ્રેગનન્સી વિષે અજાણ!
કિશોરને સાથે રાખ્યા બાદ તેણે કિશોરને નવી ઘડિયાળ તથા છ જોડી કપડા અપાવ્યા હોવાની વિગતો પોલીસ તપાસમાં બહાર આવી છે. યુવતીએ કબૂલાત કરી હતી કે કિશોર સાથે સપ્તાહમાં બે થી ચાર વખત શરીર સબંધ બાંધતી હતી. પોતે પ્રેગનન્ટ હોવાથી અજાણ હોવાની વિગતો આ યુવતીએ પોલીસ સમક્ષ રજૂ કરી હતી.

શિક્ષિકા વિદ્યાર્થીને લઈને ક્યાં ક્યાં ગઈ, અન્ય કોઈને સંડોવણી સહિતની તપાસ બાકી
પોલીસે શિક્ષિકાને કોર્ટમાં રજૂ કરીને તે વિદ્યાર્થીને લઈને ક્યાં કયાં ગઈ હતી? આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે નહિ? ટીચરના ઘરનું નિરીક્ષણ કરવાનું હોવા સહિતના મુદ્દાઓ રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે ટીચરના ૧ દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે.

વડોદરાની હોટેલમાં પણ શરીર સુખ માણ્યું હતું
શિક્ષિકા માનસી નાઇની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે તે 25 એપ્રિલના રોજ બપોરે 2 વાગ્યે વિદ્યાર્થીને લઈને પહેલા સુરતમાં અલગ-અલગ વિસ્તારમાં ફરી હતી, જેમાં સુરતના ડુમસ રોડ ખાતે વી.આર મોલમાં બે કલાક જેવું ફર્યાં હતાં. સુરત સ્ટેશનેથી રિક્ષામાં વી.આર મોલ સુધી પહોંચ્યાં હતાં. ત્યાંથી પાંચ વાગ્યે સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનથી એસ.ટી. બસમાં વડોદરા ગયા હતા. રાત્રે 9:00 વાગ્યે વડોદરા પહોંચ્યાં બાદ રાત્રિરોકાણ વડોદરાની હોટલમાં કર્યું હતું, જ્યાં પણ બન્ને વચ્ચે શરીર સબંધ બંધાયો હતો

દિલ્હીમાં બે-ત્રણ બજારમાં ફર્યા ને કંટાળો આવ્યો તો વૃ઼ંદાવનના વોટરપાર્કમાં મોજમસ્તી કરી
વડોદરાથી બીજા દિવસે નીકળી 28 એપ્રિલે સવારે 9:00 વાગ્યાની આસપાસ બંને દિલ્હી પહોંચ્યાં હતાં. દિલ્હી પહોંચીને રિક્ષા કરી બે કે ત્રણ બજારમાં ફર્યાં હતાં, જો કે ત્યાં કંટાળો આવતાં બપોરે ત્રણ વાગ્યાની આસપાસ ખાનગી બસમાં વૃંદાવન ગયાં હતાં. વૃંદાવન ખાતે વોટરપાર્કમાં મોજમસ્તી કરી હતી. ત્યારબાદ નજીકના મન મંદિરમાં પણ દર્શન માટે ગયાં હતાં.

સ્કૂલનો કોન્ટ્રેક્ટ પૂર્ણ થયો ને શિક્ષિકાએ વિદ્યાર્થીને લઈને પલાયન થવાનો પ્લાન ઘડ્યો
હિન્દી વિદ્યાલયમાં શિક્ષિકા તરીકે કામ કરતી માનસી બે વર્ષથી કોન્ટ્રેક્ટ પર કામ કરતી હતી. 21 એપ્રિલના રોજ કોન્ટ્રેક્ટ પૂર્ણ થયો હતો. ત્યારબાદ તેણે ભાગવાનો પ્લાન બનાવ્યો હતો. નવી સ્કૂલબેગની ખરીદી કરી હતી અને એક નવું સિમકાર્ડ પણ ખરીદી લીધું હતું. તેણે વિદ્યાર્થીને બપોરે નીચે રમવા માટે કહ્યું હતું, અને શિક્ષિકા સોસાયટીમાં નીચે આવીને રમી રહેલા વિદ્યાર્થીને લઈને ફરાર થઈ ગઈ હતી.

હોટલ સહિતના સ્થળોએ, વિદ્યાર્થી પોતાની માસીનો દીકરો હોવાનું જણાવ્યું
વિદ્યાર્થી પાસે કપડાં-શૂઝ ન હોવાથી પર્વત પાટિયા વિસ્તારની એક દુકાનમાંથી કપડાં સહિતનો સામાન ખરીદ્યો હતો અને આ સાથે જ એક ટ્રોલીબેગ પણ ખરીદી હતી. ત્યારબાદ બંને રેલવે સ્ટેશન તરફ રિક્ષામાં આવ્યાં હતાં અને માનસીએ પોતાનો જે જૂનો નંબર હતો એને બંધ કરીને નવું સિમકાર્ડ મોબાઈલ ફોનમાં નાંખી દીધું હતું. હોટલમાં અથવા અન્ય રોકાણ સમયે શિક્ષિકા પોતાનું જ આધારકાર્ડ આપતી હતી, જ્યારે વિદ્યાર્થી અંગે તેનો માસીનો છોકરો એટલે કે ભાઈ હોવાનું જણાવતી હતી.

Most Popular

To Top