વડોદરા: સામાજિક સરસતાના વિચાર સાથે માટે વડોદરા વકીલ મંડળમાં લાંબા સમયથી રજુઆત હતી કે બાર ઓફિસમાં ભારત રત્ન ડો. બાબા સાહેબ આંબેડકરની છબી મુકાય. પણ યોગાનુયોગ પાછલા ઇતિહાસ માં ન બની હોય એવી ઘટના 30 વર્ષ કરતા પણ વધુ સમય બાદ વકીલ મંડળ ઓફિસમાં બાબા સાહેબ આંબેડકરજીની તસ્વીર લાગશે.

ગત રોજ ન્યાય મંદિર દિવાળી પુરા ખાતે ભારત રત્ન બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જ્યંતીની ઉજવણી ગેટ નંબર 5 પર યોજાઈ ત્યારે વકીલ મંડળ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બર તથા સિનીયર અને જુનિયર વકીલો ઉપસ્થિત હતા. જન્મ જ્યંતી કાર્યક્રમ બાદ વડોદરા શહેર અનુ જાતિ મોરચા ભાજપના પ્રમુખ એડવોકેટ હર્ષદ પરમાર , સિનિયર ધારાશાસ્ત્રી રીવીન્દ્ર ઘોત્રા, એડવોકેટ રાજેન્દ્ર પરમાર, સંજય વાઘમારે સહિતના વકીલ મિત્રો એ નક્કી કરી ને જન્મ જ્યંતી ઉત્સવ માટે લાવેલ તસ્વીર વડોદરા વકીલ મંડળ ને સપ્રેમ ભેટ કરીયે જેથી આ કાર્યક્રમ માં ઉપસ્થિત સેક્રેટરી રીતેશ ઠક્કર અને ઉપ પ્રમુખ નેહલ ભાઈ સુતરીયા ને બાબા સાહેબ આંબેડકર જી ની તસ્વીર વકીલ મંડળ ઓફિસ માં મુકવા ભેટ આપી હતી આ વેળા એ બીસીજી મેમ્બર રણજિત રાઠોડ હિતેશ ઈંટવાળા પરવીન મેકવાન જ્યંતી ભાઈ રામચંદ્ર જી સહિત ના વકીલો ઉપસ્થિત રહ્યા હતા. વર્ષો થી વકીલોની ઈચ્છા હતી ભારત રત્ન ડો બાબા સાહેબ ની તસ્વીર વકીલ મંડળ ઓફિસમાં હોય. ત્યારે પ્રથમ વખત આ કાર્ય પૂર્ણ થયું છે અને વર્ષો બાદ બાબા સાહેબ આંબેડકરજીની તસવીર વડોદરા વકીલ મંડળની બાર ઓફિસ માં લગાવશે