
વડોદરા શહેરના કિશનવાડી ચાર રસ્તા ખાતે કોર્પોરેશને પૂર્વ વિસ્તારના ડોર ટુ ડોરના કચરાના કલેક્શન માટેનું ડમ્પિંગ યાર્ડ ઊભું કર્યું છે અને એની જ બાજુમાં પૂર્વ વિસ્તારનું સૌથી મોટું શાક માર્કેટ ગધેડા માર્કેટ માટે જગ્યા ફાળવી છે. ત્યારે કોર્પોરેશન દ્વારા આ એક મૂર્ખતા ભર્યો નિર્ણય લેવામાં આવ્યો છે, એવુ જણાય આવે છે.
યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તાએ જણાવ્યું હતું કે વિશ્વની આઠમી અજાયબી તરીકે વડોદરા મહાનગરપાલિકાએ કિસનવાડી ડમ્પિંગ યાર્ડ અને શાક માર્કેટ બનાવ્યા છે , ત્યારે સમગ્ર વિશ્વનું આ પ્રથમ શહેર હશે કે જ્યાં નાગરિકોની વચ્ચે કચરાનું ડમ્પિંગ યાર્ડ ઊભું કરવામાં આવ્યું છે અને એ જ ડમ્પિંગ યાર્ડની જોડે જોડે શાકભાજીનું માર્કેટ ઊભું કર્યું છે. ત્યારે સરકાર દ્વારા વડોદરા શહેરના નાગરિકોને મોટી બીમારીના મુખમાં ધકેલવાનો કારસો રચાઈ રહેલો હોય કોઈપણ સંજોગોમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથેની ચેડાને સહન કરવામાં આવે નહિ. પૂર્વ વિસ્તારના કિશનવાડીમાં ડમ્પીંગ યાર્ડને ગીચ વસ્તીમાંથી ખસેડીને અન્ય જગ્યા ઉપર લઈ જવા માટેની માંગ સ્થાનિકોને સાથે રાખી અને સમગ્ર વેપારીઓ અને શાકભાજી લેવા આવતા ગ્રાહકોને માસ્ક પહેરાવી કરવામાં આવી હતી.