કેન્દ્રશાસિત દેશની પોસ્ટ વિભાગના એક અહેવાલ અનુસાર હકીકત એવી છે કે આજે પણ 18834 પોસ્ટ ઓફિસો ભાડાના મકાનમાં કાર્ય કરી રહી છે. જેનું છેલ્લાં 10 વર્ષના ભાડા પેટે રૂા. 964 કરોડ ભાડું ચૂકવાયું છે જે વિચારમા મૂકી દે એવું છે અને સમજની બહાર છે. જેમાં ગુજરાત રાજયની 853 પોસ્ટ ઓફીસો ભાડાના મકાનમાં કાર્યશીલ છે. જેનું છેલ્લાં 10 વર્ષનું ભાડુ રૂા. 46 કરોડ ચૂકવાયું છે. દેશના પોસ્ટ વિભાગને અસ્તિત્વમાં આવવાને આજે અનેક દાયકાઓ થઇ ગયા છે તો પણ દેશની અનેક પોસ્ટ ઓફિસ ભાડાના જુનાં મકાનોમાં કાર્ય કરી રહી છે એ બાબત દેશના પોસ્ટ વિભાગના ઉચ્ચસ્તર પર બેઠેલા સત્તાધીશોની વહીવટી કામગીરી પર અનેક વિચારશીલ પ્રશ્નોને જન્મ આપે છે.
સુરત શહેરની કેટલીક પોસ્ટ ઓફિસો છે જે ભાડાના મકાનમાં કાર્ય કરી રહી છે જેની ચોમાસાના સમય દરમ્યાન પરિસ્થિતિ ચિંતાજનક હોય છે. આ અંગે વર્તમાન કેન્દ્ર સરકાર અને પોસ્ટ વિભાગના સંબંધિત સત્તાધીશોએ દેશના લાખો પોસ્ટના ગ્રાહકોના હિત અને સુરક્ષાનો વિચાર કરીને પોસ્ટ વિભાગના ભાડાનાં મકાનોમાં જરૂરી રીપેરીંગ કામ અને સુધારા તાત્કાલિક કરાવવા જરૂરી છે. કારણ કે દુર્ઘટના કદી પણ આમંત્રણ આપી આવતી નથી.
સુરત – રાજુ રાવલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
સારામાં સારી કટાર ચર્ચાપત્ર
દૈનિક પત્રમાં સારી કટાર હોય તો તે ચર્ચાપત્ર છે. ચર્ચાપત્રમાં વાચક વાંચે, વિચારે અને તેને સમજે. તે વ્યકિત એવું વિચારીને કહેતો નથી ચર્ચાપત્ર કોણ વાંચે? કેમકે ચર્ચાપત્રો લખનાર, જુદા જુદા ધર્મ અને કોમના હોય જેવા કે શિક્ષક, કવિ, ડોકટર, પ્રોફેસર, રેશનાલીસ્ટ, શહેર ગામથી ધનાઢય વર્ગને સ્પર્શે છે. ચર્ચાપત્ર એટલે અખબારનું હૃદય. ‘ગુજરાતમિત્ર’ દ્વારા જનતાના વિચારો દર્શાવી માર્ગદર્શન આપતો રહ્યો છે.
કુકેરી – અમૃતસિંહ પરમાર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.