16 વર્ષની સગીરા પ્રેમી સાથે એકાંતમાં બેઠી હતી ત્યારે ધસી આવેલા ત્રણથી પાંચ શખ્સોએ પ્રેમીને પકડી રાખી સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું
પ્રતિનિધિ વડોદરા તા 5
હાલમાં નવરાત્રી ચાલી રહી છે ત્યારે બીજા નોરતે વડોદરા જિલ્લાના ભાયલી વિસ્તારમાં સામૂહિક દુષ્કર્મની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. જેમાં 16 વર્ષીય સગીરા પોતાના પ્રેમી યુવક સાથે રાત્રિના સમયે ફરવા માટે નીકળી હતી અને સમિયાલા રોડ પર એકાંત જગ્યામાં બંને બેઠા હતા. દરમિયાન બે બાઈક પર ત્રણથી પાંચ જેટલા શખ્સો તેમની પાસે ધસી આવ્યા હતા અને યુવકને પકડી રાખ્યા બાદ પાંચ જણાએ વારાફરતી સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. હવસ સંતોષાઈ ગયા બાદ પાંચેય જણા સ્થળ પરથી ભાગી ગયા હતા. પોલીસને જાણ થતા ઉચ્ચ અધિકારી સહિત ક્રાઈમ બ્રાન્ચ એસઓજી અને સ્થાનિક પોલીસની વિવિધ ટીમો સ્થળ પર દોડી આવી હતી. દરમિયાન ચશ્મા અને સગીરાની પાયલ મળી આવી હતી. પોલીસે 5 એ જણાને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
હાલમાં નવરાત્રી ચાલી રહી હોય યુવક યુવતીઓ પોતાના ઘરેથી ગરબા રમવા માટે મિત્ર સર્કલ સાથે જતા હોય છે. 4 ઓક્ટોબરના રોજ રાત્રિના 11 વાગ્યાના અરસામાં 16 વર્ષની પરપ્રાંતિય સગીરા લક્ષ્મીપુરા વિસ્તારમાં તેના પ્રેમી યુવકને મળી હતી અને ત્યારબાદ બંને જણા ફરવા માટે નીકળ્યા હતા. ફરતા ફરતા તેઓ ભાયલીથી આગળ સમિયાલા જવાના રોડ પર એક સૂમસામ જગ્યા પર બંને બેઠા હતા. અગિયારથી એક વાગ્યાના સમયગાળા દરમિયાન બે બાઈક પર ત્રણ થી પાંચ જેટલા અજાણ્યા શખસો યુવક અને સગીરા પાસે ધસી આવ્યા હતા. ત્યારબાદ યુવકને પકડી રાખ્યો હતો અને યુવતી પર પાંચ જણાએ વારાફરતી સામૂહિક રીતે બળાત્કાર ગુજાર્યો હતો. સગીરા પરપ્રાંતિય છે અને એને વડોદરાના યુવક સાથે તેમ સંબંધ બંધાયો હતો. દરમિયાન બાઈક પર આવેલા પાંચ શખ્સો હિન્દી ભાષામાં એકબીજા સાથે વાતો કરતા હતા. સગીરા પર દુષ્કર્મ બાદ પાંચે જણા બાઈકો લઈને ફરાર થઈ ગયા હતા. સગીરા સાથે ઘટના અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેથી જિલ્લા ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી અને સ્થાનિક પોલીસ સહિતની વિવિધ ટીમો બનાવીને બળાત્કાર ગુજારનાર આરોપીઓને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી છે. સ્થળ પર દોડી ગયેલી પોલીસને ચશ્મા અને સગીરાના પાયલ મળી આવ્યા હતા. હાલમાં તાલુકા પોલીસે સગીરાનુ મેડિકલ કરાવવાની તજવીજ હાથ ધરી આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે