Vadodara

બોડેલી: પ્રેમી પંખીડાએ નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું, યુવતીનું મોત

બોડેલીના વનયાદ્રી પાસેથી પ્રેમી યુગલે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હતું

  • વાઘોડિયા નર્મદા કેનાલમાં સરનેજ ગેટ પાસેથી યુવતી ની લાશ મળી

પ્રેમી યુવકને સ્થાનિકોએ દોરડા વડે બચાવ્યો, યુવતી ઊંડા પાણીમાં ગરકાવ


જરોદ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં સરનેજ ગેટ પાસેથી યુવતીનો મૃતદેહ મળતાં જરોદ પોલીસે તપાસ હાથ ધરી હતી. ગતરોજ સાંજે 4:30 વાગે સરનેજ ગેટ પાસે યુવતીની લાશ તરતી નર્મદા કેનાલમાં મળી આવતા સ્થાનિક તરવૈયો દ્વારા બહાર કાઢવામાં આવી હતી.ઘટનાની વાત કરીએ તો કચ્છના માંડવી ખાતે રહેતી ૧૮ વર્ષીય યુવતી અસ્મિતા પોતાની સાવકી માતાને બોડેલી તાલુકાના તાંદલજા ગામે જોઉં છું કહી બસમાં તારીખ 21 સપ્ટેમ્બરે સાંજે છ વાગે બેસી બોડેલી ખાતે આવવા નીકળી હતી. બાદમાં સાવકી માતાએ અસ્મિતાના ભાઈ પ્રકાશને ફોન કરી બહેનને બસ ડેપોથી લઈ જવા માટે જાણકારી હતી. જોકે 22 તારીખે પહોંચેલ પ્રકાશભાઈ બોડેલી ખાતે ડેપોમાં તપાસ કરતા અસ્મિતા મળી આવી ન હતી. જેથી ભાઈ પ્રકાશે પોતાના સગા સંબંધીઓને ફોન દ્વારા પોતાની બહેનને શોધવા માટે પૂછપરછ હાથ ધરી હતી જો કે તે જ દિવસે બોડેલીના બાંગાપુરા ગામે રહેતા ભરતભાઈએ અસ્મિતા ની સાવકી માતાને ફોન કરી જાન કરી હતી કે તમારી દીકરી અસ્મિતા અને મારો દીકરો વિશાલ વનયાત્રી ગામે કેનાલ રોડ પરથી નર્મદા કેનાલમાં જંમ્પલાવતા સ્થાનિકો દ્વારા દોરડું નાખી મારા દીકરા વિશાલ ને બચાવી લીધો હતો જો કે તમારી દીકરી નર્મદા કેનાલમાં તણાઈ ગઈ હોવાનું જણાવી ફોન કાપી નાખ્યો હતો. જે ઘટના બાદ તારીખ 25 સપ્ટેમ્બરના રોજ વાઘોડિયા ના સરણેજ નર્મદા ગેટ પાસેથી મળેલી યુવતીની લાશની ઓળખ થતા જરોદ પોલીસે મૃતકની અપઘાત અંગેની તપાસ હાથ ધરી છે

Most Popular

To Top