Entertainment

નાગા ચૈતન્યએ સગાઈ કરી, નાગાર્જુને ભાવિ પુત્રવધૂની તસવીરો શેર કરી

નવી દિલ્હી: નાગા ચૈતન્યએ (Naga Chaitanya) શોભિતા ધૂલીપાલા (Shobhita Dhulipala) સાથેના સંબંધોને નવું નામ આપી દીધુ છે. તાજેતરમાં નાગા ચૈતન્યએ શોભિતા ધુલીપાલા સાથે સગાઈ કરી હતી અને શોભિતાને પોતાની જીવનસાથી બનાવી હતી. ત્યારે ફરી એકવાર નાગા ચૈતન્ય એકમાંથી બે થઇ ગયા છે.

અસલમાં સામન્થા રૂથ પ્રભુસાથે છૂટાછેડા લીધા બાદ નાગા ચૈતન્ય લાંબા સમયથી શોભિતા ધૂલીપાલાને ડેટ કરી રહ્યા હતા. તેમજ આજે એટલે કે 8.8.8ના શુભ જોગે બંને પ્રેમી પંખીડા સગાઈના બંધનમાં બંધાઈ ગયા છે. બંનેની સગાઈ તાજેતરમાં નજીકના મિત્રો અને પરિવારની હાજરીમાં એક ઇંટીમેટ ફંગશનમાં થઈ હતી, જેની તસવીરો નાગા ચૈતન્યના પિતા અને સુપરસ્ટાર નાગાર્જુને સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

નાગાર્જુને સગાઈની તસવીરો શેર કરી
નાગાર્જુને પોતાના દિકરા અને ભાવિ પુત્રવધૂની બે તસવીરો શેર કરી હતી. પ્રથમ તસવીરમાં, અભિનેતા પોતાના પુત્ર અને ભાવિ પુત્રવધૂને ગળે લગાડીને પોઝ આપતા જોવા મળે છે. આ દરમિયાન ત્રણેયના ચહેરા પર ખુશી જોવા મળે છે. બીજી તસવીરમાં શોભિતા નાગા ચૈતન્યના ખભા પર માથું રાખીને પોઝ આપતી જોવા મળે છે. ફોટામાં બંનેની જોડી અદ્ભુત લાગી રહી છે. આ દરમિયાન બંને ટ્રેડિશનલ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહ્યાં છે. ફોટોમાં શોભિતા પીચ અને પિંક કલરની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તો ચૈતન્ય સફેદ કુર્તા પાયજામામાં એકદમ હેન્ડસમ લાગી રહ્યો છે. દંપતીની સગાઈની સુંદર તસવીરો શેર કરતી વખતે, નાગાર્જુને લખ્યું હતું કે, ‘અમે અમારા પુત્ર નાગા ચૈતન્યની સગાઈ શોભિતા ધૂલીપાલા સાથે જાહેર કરતાં ખુશ છીએ, જે આજે સવારે 9:42 વાગ્યે થઈ હતી!! અમે શોભિતાને અમારા પરિવારમાં આવકારતા ખૂબ જ ખુશ છીએ. હેપી કપલને અભિનંદન. તેમને જીવનભર પ્રેમ અને ખુશીની શુભેચ્છા. ગોડ બ્લેસ.’

જણાવી દઈએ કે શોભિતા સાથે નાગા ચૈતન્યના આ બીજા લગ્ન હશે. અગાઉ, નાગા ચૈતન્યએ અભિનેત્રી સામન્થા રૂથ પ્રભુ સાથે 2017 માં લગ્ન કર્યા હતા. જોકે, બંનેએ લગ્નના ચાર વર્ષ બાદ એટલે કે ઓક્ટોબર 2021માં અલગ થવાની જાહેરાત કરી હતી. બંનેએ 2 ઓક્ટોબર 2021ના રોજ છૂટાછેડા લીધા હતા.

નાગા અને શોભિતાની લવસ્ટોરીની વાત કરીએ તો તેમની ડેટિંગની અફવાઓ ત્યારે શરૂ થઈ જ્યારે બંને હૈદરાબાદમાં પહેલીવાર સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન શોભિતા તેની ફિલ્મ ‘મેજર’નું પ્રમોશન કરી રહી હતી. આ સમય દરમિયાન, શોભિતા અને નાગા ચૈતન્ય સારા મિત્ર બની ગયા હતા અને પછી બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા.

Most Popular

To Top