SURAT

VIDEO: સુમુલ ડેરી રોડ પર મસાજ પાર્લરની આડમાં ચાલતું કુટણખાનું પકડાયું

સુરતઃ શહેરના સુમુલ ડેરી રોડ ખાતે નીલા વેલનેસ સ્પા એન્ડ મસાજ પાર્લરની આડમાં ચાલતું કુટણખાનું પકડાયું છે. ક્રાઈમ બ્રાન્ચના એન્ટિ હ્યુમન ટ્રાફિક યુનિટે દરોડા પાડી કુટણખાનાનો પર્દાફાશ કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચે ચાર લલનાને છોડાવી સ્પાના સંચાલક દંપતીની ધરપકડ કરી છે.

  • સુમુલ ડેરી રોડના નીલા વેલનેસમાં દેહવ્યાપાર ચાલતો હતો
  • ક્રાઈમ બ્રાન્ચે ડમી ગ્રાહકની મદદથી સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો
  • પોલીસે ચાર લલનાને છોડાવી, સ્પા સંચાલક દંપતીની ધરપકડ

ક્રાઈમ બ્રાન્ચના એન્ટિ હ્યુમન ટ્રાફિક યુનિટને બાતમી મળી હતી કે સુમુલ ડેરી રોડ પર અભિષેક કોમ્પલેક્સમાં નીલા વેલનેસ સ્પા એન્ડ મસાજ પાર્લરમાં સેક્સ રેકેટ ચાલી રહ્યું છે. બાતમીના આધારે પોલીસે ડમી ગ્રાહક મોકલી કુટણખાનાનો પર્દાફાશ કર્યો છે.

10 બાય 10ની એસી રૂમમાં ચાલતો દેહવ્યાપાર
નીલા વેલનેસ સ્પા એન્ડ મસાજ પાર્લરમાં 10 બાય 10ની એસી રૂમ બનાવી હતી, જેમાં લલનાઓને બોલાવી દેહવ્યાપાર કરાવાતો હતો. ક્રાઈમ બ્રાન્ચને પાર્ટીશનવાળા રૂમો પૈકી એક રૂમમાંથી લલના અને ડમી ગ્રાહક કઢંગી હાલતમાં મળી આવ્યા હતા.

ક્રાઈમ બ્રાન્ચે મહિધરપુરા પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો અને મસાજ પાર્લરના સંચાલક કમ માલિક દંપતી વિજય ગોરધન નાઈ અને તેની પત્ની આયશા (બંને રહે શ્યામ ધામ એપાર્ટમેન્ટ, ઉત્રાણ રોડ)ની ધરપકડ કરી હતી.

પોલીસને સ્પામાંથી 4 લલના મળી આવી હતી. ગ્રાહક પાસેથી 2 હજાર વસૂલી સંચાલક 1 હજાર લલનાને આપતા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 1850, 3 મોબાઈલ મળી કુલ રૂ. 22,850નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

Most Popular

To Top