Vadodara

વડોદરા રેલવે સ્ટેશન પર પોલીસે ચેકીંગ કર્યું

વડોદરા: રાજકોટ અગ્નિકાંડ બાદ ગુજરાત રાજ્ય સરકાર અને કોર્પોરેશન હરકત માં આવી છે . ત્યારે લોકસભા ઈલેકશન પૂર્ણ થતાં જિલ્લા પોલીસ અને રેલવે પોલીસ પણ સક્રિય થઈ છે . પોલીસ દ્વારા ઠેર ઠેર તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં વડોદરામાંથી એક વ્યક્તિ દ્વારા ખોટો કોલ આવ્યો હતો કે, હુ RDX લઈ ને ઉભો છું .અને ગણતરી ની મિનિટોમાં એ ખોટા કોલ કરવાવાળા ને પોલીસ દ્વારા પકડી લેવા માં આવ્યો હતો.
આજ રોજ કોઈ નનામો કોલ નથી આવ્યો, પરંતુ ચકાસણી કરવા એસપી ના આદેશ બાદ અને રૂટિન ચેકીંગ અને સજાગતાના કારણોસર રેલવે પોલીસે વડોદરા રેલવે પ્લેટફોર્મ નંબર ૧ અને ૨ પર તપાસ કરી હતી. પ્લેટફોર્મ પર પાર્સલ કુરિયરનાં સામાનમાં પણ આધુનિક સાધનોથી તપાસ કરવામાં આવી હતી. શંકાસ્પદ પાર્સલ ખોલી ચકાસણી કરવામાં આવી હતી.

Most Popular

To Top