Madhya Gujarat

છોટાઉદેપુરના ચિલિયાવાંટ ખાતે 25 વર્ષીય યુવકની શંકાસ્પદ મોત

પોલીસે મોતનું કારણ જાણવા પોસ્ટ મોર્ટમ માટે લાશને સિવિલ હોસ્પિટલ ખસેડી


છોટાઉદેપુર જીલ્લાના ચિલિયાવાંટ ખાતે એક 25 વર્ષીય યુવકની લાશ ઘરેથી મળી આવી હતી. જેને લઇને છોટા ઉદેપુર પોલીસે યુવકના મોતનો કોયડો ઉકેલવા લાશને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી છે.
છોટાઉદેપુરના ચિલિયાવાંટ ખાતે રહેતા ગોવિંદભાઈ મહેતાભાઈ ધાણુક ઉં.વ. 25 વર્ષ રહે, ચિલિયાવાંટ ગઈકાલે રાત્રે પોતાના ઘરે હતા. અને ઘરના બીજા સભ્યો લગ્નમાં ગયા હતા. ત્યારે રાત્રે પરિવારના સભ્યો ઘરે આવ્યા ત્યારે ગોવિંદભાઇની લાશ જમીન ઉપર નીચે મુકેલી હતી. એટલે તેઓની લાશને છોટા ઉદેપુર હોસ્પિટલ લાવ્યા હતા. જ્યાં ગોવિંદભાઇને મૃત જાહેર કર્યા હતા. અને પોલીસને જાણ કરી હતી. પોલીસે આ મોતનું રહસ્ય ઉકેલવા માટે લાશનું પોસ્ટ મોર્ટમ કરાવાવની કાર્યવાહી હાથ ધરી છે.
હાલ તો રંગપુર પોલીસ માટે ગોવિંદભાઈ મહેતાભાઈ ધાનુકનું મોત એક કોયડો બની ગયો છે. જે કોયડો ઉકેલવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top