World

જોતજોતામાં દુબઈનું આકાશ ગ્રીન થઈ ગયું, ભયાનક તોફાનનો વીડિયો થયો વાયરલ

નવી દિલ્હી: સંયુક્ત આરબ અમીરાત (UAE) અને તેની નજીકના રણ (The Desert) વિસ્તારોમાં બે દિવસ પડેલા ભારે વરસાદને (Heavy Rain) કારણે સામાન્ય જનજીવન ગંભીર રીતે પ્રભાવિત થયું હતું. વિશ્વના શ્રેષ્ઠ શહેરોમાંનું એક દુબઈમાં (Dubai) જાણે પૂર આવ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

વરસાદ એટલો જોરદાર હતો કે એરપોર્ટ પર પણ પાણી ભરાઈ ગયું હતું અને આ પછી દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટને થોડા સમય માટે ફ્લાઈટ્સનું સંચાલન બંધ કરવું પડ્યું હતું. આ દરમિયાન દુબઈમાંથી જ ઘણા ચોંકાવનારા અને ડરામણા વીડિયો સામે આવ્યા છે.

લેટેસ્ટ વીડિયો પણ આવો જ છે. 23 સેકન્ડના આ વીડિયોમાં દુબઈનું હવામાન એટલું ઝડપથી બદલાય છે કે થોડી જ વારમાં આકાશ લીલું થઈ જાય છે. ત્યારથી આ વીડિયો 1.4 લાખથી વધુ વખત જોવામાં આવી છે. વીડિયોને અંદાજે 700 લાઈક્સ મળી છે. લોકોએ આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી અને વિવિધ પ્રકારની કોમેન્ટ પોસ્ટ કરી હતી.

એક એક્સ યુઝરે લખ્યું, ‘ખૂબ જ અનપેક્ષિત હવામાન.’ બીજાએ લખ્યું, ‘કદાચ ક્લાઉડ સીડિંગના કેટલાક ખરાબ પરિણામો આવ્યા છે. લીલો રંગ સામાન્ય રીતે કરા, ટોર્નેડો અથવા બંનેનો અર્થ થાય છે. એક યુઝરે લખ્યું- એવું લાગે છે કે જાણે દુનિયા ખતમ થઈ રહી છે.

તોફાન દરમિયાન આકાશ શા માટે લીલું થઈ જાય છે?
એક રિપોર્ટ અનુસાર, જ્યારે વાતાવરણમાં ફેલાયેલો પ્રકાશ વાદળોમાં બરફના ટીપાંને પ્રકાશિત કરે છે ત્યારે આવું થાય છે. હેસ્ટિંગ્સ, નેબ્રાસ્કામાં નેશનલ વેધર સર્વિસ ઓફિસના અધિકારીઓએ જણાવ્યું હતું કે, “પર્યાપ્ત ઊંડાઈ અને પાણીની સામગ્રી સાથેના તોફાનના વાદળોમાં પાણી/બરફના કણો મુખ્યત્વે વાદળી પ્રકાશને ફેલાવે છે. જ્યારે વાતાવરણમાં પથરાયેલો લાલ પ્રકાશ વાદળોમાં વાદળી પાણી/બરફના ટીપાંને પ્રકાશિત કરે છે, ત્યારે તે લીલો ચમકતો દેખાય છે.

Most Popular

To Top