Business

માનસિક રીતે અસ્વસ્થ હિંદુ મહિલાએ બાળકીને જન્મ આપ્યો અને મુસ્લિમ પરિવારો તેને લેવા આવ્યા

મહિલા દિવસની આગલી રાતનો બનાવ : ચાર દિવસની બાળકીને લેવા માટે ઘર્ષણ સર્જાયું

સયાજી હોસ્પિટલમાં સર્વન્ટ અને કોન્સ્ટેબલની સતર્કતાને કારણે મહિલા અને બાળકીને નારી ગૃહમાં મોકલવામાં આવ્યા

વડોદરા, તા. ૮

આજે આખું વિશ્વ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે મહિલા દિવસની આગલી રાતે ચાર દિવસ પહેલા જન્મેલી હિંદુ બાળકીને લેવા માટે મુસ્લિમ પરિવારો આવી પહોચતા સયાજી હોસ્પિટલમાં રાત્રી દરમ્યાન હોબાળો થયો હતો.કોઈ પણ જાતની પરવાનગી લીધા વિના જ મુસ્લિમ પરિવારો બાળકીને લઇ જતા હતા તે દરમ્યાન હોસ્પિટલમાં ફરજ બજાવતા વર્ગ – ૪ના કર્મચારી તેમજ મહિલા કોન્સ્ટેબલની સમયસૂચકતાને કારણે બાળકી માતાથી વિખુટી થતા બચી ગઈ હતી અને તેમને હાલ સુરક્ષાના હેતુથી બન્નેને નારી સરક્ષણ ગૃહમાં મોકલવામાં આવ્યા હતા.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે મહિલાઓની સુરક્ષા મહિલાઓ ની પ્રગતિ તેમજ તેઓને દરેક સેક્ટરમાં સ્થાન મળ્યું હોવા ની ચર્ચા કરીને આમ તો મહિલા દિવસની ઉજવણી થતી હોય છે પરંતુ શહેરમાં મહિલાની સુરક્ષા ની જાણે મજાક ઉડતી હોય તેવો કિસ્સો સયાજી હોસ્પિટલના તાત્કાલિક વિભાગમાં બન્યો હતો ગત રાત્રી ના રોજ ભાદરવા થી રીફર થયેલા એક મહિલા દર્દી સયાજી હોસ્પિટલમાં દાખલ થયા હતા તેઓ માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જણાઈ આવતું હતું જો કે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેઓએ અમદાવાદ આણંદ એક્સપ્રેસ વે પર ખુલ્લા ખેતરોમાં ચાર દિવસ પહેલા એક નવજાત બાળકીને જન્મ આપ્યો હતો પ્રસુતિ થવાના કારણે અસહય દુખાવો થતો હોવાના કારણે મહિલા તેની ચાર દિવસ ની બાળકી સાથે રોડ પર અશક્ત શરીર સાથે પડી રહી હતી જેથી એક સેવાભાવી વ્યક્તિએ તેને સયાજી હોસ્પિટલમાં મોકલી હતી. પરંતુ હજી મહિલા તેની બાળકી સાથે સયાજી હોસ્પિટલમાં પહોંચે તે પહેલા જ મુસ્લિમ પરિવારો દ્વારા બાળકીને માતાથી છીનવી લેવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે આ બાળકી અમારી જ છે અને અમે જ તેને જન્મ આપ્યો છે જોકે આ બાબતે શંકા જતા હોસ્પિટલના એમએલઓ દ્વારા તેમને કડકાયતી પૂછવામાં આવ્યું હતું ત્યારે તેઓએ કબૂલ્યું હતું કે ચાર દિવસ પહેલા મહિલા એ બાળકીને જન્મ આપ્યો છે અને તે બાળકીને ઉછેરવાની જવાબદારી અમને આપી છે જેથી આ બાળકીને અમે લઈ જઈશું જેથી આ બનાવની જાણ હોસ્પિટલના સર્વન્ટ દ્વારા કોન્સ્ટેબલને કરાતા તેઓએ તાત્કાલિક કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી જેથી તાત્કાલિક ઘટના સ્થળે રાવપુરા પોલીસ આવી પહોંચી હતી. જોકે પોલીસ પહોંચે તે પહેલા જ મુસ્લિમ પરિવારો બાળકીને લઈને ફરાર થવાનું કાવતરું ઘડીને હોસ્પિટલ પરિસર ની બહાર નીકળી ગયા હતા. પરંતુ સિક્યોરિટી ગાર્ડ દ્વારા તેઓના વાહનની ચાવી લેતા તેમજ પોલીસ આવે ત્યાં સુધી રાહ જોવાનું જણાવતા બંને વચ્ચે ઘર્ષણ પણ થયું હતું જોકે પોલીસ આવી જતા બંને પક્ષે પૂછપરછ કરવામાં આવી હતી અને જવાબ નોંધવામાં આવ્યો હતો પરંતુ ઘટના ભાદરવા પોલીસ મથકમાં થઈ હોવાથી બંને પોલીસ સ્ટેશન વચ્ચે હદ નો વિવાદ સર્જાયો હતો જેથી રાવપુરા પોલીસ બે જવાબદાર બનીને મહિલા તેમજ ચાર દિવસ ની બાળકીને મુસ્લિમ પરિવાર સાથે જ ભાદરવા પોલીસ પહોંચવાનું જણાવ્યું હતું પરંતુ મોટી ઘટના તો એ છે કે પોલીસ અધિકારી બનાવ અંગે વાકેફ હોવા છતાં પણ મહિલા અને બાળકીને કોઈપણ સુરક્ષા વિના તેમજ કોઈપણ જવાબદાર સુરક્ષાકર્મી ની હાજરી વિના જ તેઓને મોકલી દેવામાં આવ્યા હતા.

ભાદરવા પોલીસે મહિલા અને બાળકીને નારી સુરક્ષા ગૃહમાં મોકલી હતી.

હેતલબેન હરીજન (ઉ.વ.૩૫) નાઓએ બાળકીને જન્મ આપતાની સાથે જ વિધર્મીઓ દ્વારા તેની પાસેથી બાળકીને છીનવી લીધી હતી અને મહિલાને રસ્તા પર રઝળતી છોડી દેવામાં આવી હતી તેવી જાણ થતા મહિલાની ભાળ મેળવી પોલીસ દ્વારા બન્નેને નારી સરક્ષણ ગૃહમાં મોકલી આપવામાં આવ્યા હતા અને તેમના પરિવારજનો ની શોધખોળ કરવામાં આવી હતી. જોકે પરિવાર મળી જતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.

Most Popular

To Top