World

‘બેંગકોક’નું પૂરું નામ જાણો છો?, કવિતા જેટલું લાંબુ છે, ગિનિસ બુકમાં મળ્યું છે સ્થાન

નવી દિલ્હી: થાઈલેન્ડની (Thailand) રાજધાની બેંગ્કોકનું (Bangkok) નામ તો સાંભળ્યું જ હશે. હરવા ફરવાના સ્થળ તરીકે તે જાણીતું છે. બેંગ્કોક પ્રવાસીઓ માટે વિશેષ રહ્યું છે. રોજ અહીં લાખો લોકો વિદેશથી ફરવા આવે છે. પરંતુ શું તમે બેંગ્કોકનું અસલી નામ જાણો છો. બેંગ્કોકનું પુરું નામ ખૂબ લાંબું છે. તે ખરેખર તો એક કવિતા જેટલું લાંબું છે. આ નામને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં (GuinnessBookofWorldRecords) પણ સ્થાન મળ્યું છે. તો ચાલો જાણીએ બેંગ્કોકનું પુરું નામ શું છે..

બેંગકોકનું પૂરું નામ એટલું લાંબુ છે કે તે વિશ્વના સૌથી લાંબા શહેરનું નામ હોવાનો દાવો કરે છે. હાલમાં જ તે વાયરલ વીડિયોના કારણે ચર્ચામાં આવ્યું હતું. તે માત્ર નામ નથી પણ કવિતા જેટલું લાંબું છે. અહીં જાણો કે બેંગકોકનું આખું નામ શું છે.

ખરેખર બેંગ્કોકનું પુરું નામ “ક્રુંગ થેપ મહાનાખોન અમોન રત્નાકોસિન મહિન્થરા આયુથયા મહાદિલોક ફોપ નોપ્પરત રત્ચાથની બુરીરોમ ઉદોમરાચનિવેટ મહાસાથન અમોન પિમાન અવતાન સથિત સક્કથટ્ટિયા વિત્સાનુકમ પ્રસિત” (Krung Thep Mahanakhon Amon Rattanakosin Mahinthara Ayuthaya Mahadilok Phop Noppharat Ratchathani Burirom Udomratchaniwet Mahasathan Amon Piman Awatan Sathit Sakkathattiya Witsanukam Prasit) છે. તેનો અર્થ છે, “દૂતોની નગરી, અમરોની મહાન નગરી, નવ રત્નોની ભવ્ય નગરી, રાજાની બેઠક, રાજમહેલોની નગરી, દેવતાઓના અવતારનું ઘર, ઈન્દ્રના આદેશ પર વિશ્વકર્મા દ્વારા બાંધવામાં આવેલું..”

જો કે મોટાભાગના થાઈ લોકો તેને ટૂંકમાં “ક્રુંગ થેપ મહા નાખોન” કહે છે. તેમ છતાં તેનું પૂરું નામ ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. તાજેતરના વાઈરલ થયેલા વીડિયોમાં પ્રવાસીઓથી ભરેલી બસમાં ટૂર ગાઈડ તેમને શહેરનું આખું નામ કહે છે.

આ વીડિયો વાઈરલ થયા બાદ લોકો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા. કારણ કે બહુ ઓછા લોકો તેના વિશે જાણતા હતા. આ વિડિયો વોવી જેન ડેમરે દ્વારા ઈન્સ્ટાગ્રામ પર એક કેપ્શન સાથે શેર કરવામાં આવ્યો હતો જેમાં લખ્યું હતું કે, બેંગકોકનું પૂરું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા સ્થળના સૌથી લાંબા નામ તરીકે નોંધવામાં આવ્યું છે.

Most Popular

To Top