Vadodara

હાલોલ જીઆઇડીસીની આર્યન ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ લાગી

હાલોલ તા.18
હાલોલ જીઆઇડીસી ખાતે પનોરમાં ચોકડી નજીક આવેલા એક પ્લાસ્ટિકના કંતાન સહિતની પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ બનાવતી આર્યન ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં આજે શનિવારે સાંજના સુમારે એકાએક આગ લાગવાની ઘટના સર્જાઇ હતી. જેમાં પ્લાસ્ટિકના કંતાન સહિતની ચીજ વસ્તુઓ બનાવતી કંપનીમાં લાગેલી આગે જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લઈ કંપનીમાં મુકેલ તમામ સર સામાનને આગે પોતાની ઝપટમાં લેતા કંપનીમાં વિકરાળ આગની જ્વાળાઓ ઉઠવા પામી હતી જેને લઈને આકાશમાં ઉંચે સુધી ધુમાડાના ગોટે ગોટા ઉઠતા અને દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાતા આસપાસના વિસ્તારમાં દોડધામ સાથે અફરા તફરી સર્જાઇ હતી જેને લઇ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોક ટોળા ઉમટી પડ્યા હતા જેમાં આર્યન ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં ભીષણ આગ લાગી હોવાની જાણ તાત્કાલિક હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમને કરવામાં આવતા હાલોલ ફાયર સ્ટેશનના સબ ઓફિસર મોઇન શેખની આગેવાની હેઠળ ફાયર ફાઈટરની ટીમના જવાનો જયેશ કોટવાળ, પંકજ રાઠવા,રાજનભાઈ સોલંકી તેમજ કુણાલભાઈ સહિતની ટીમ તાબડતોડ અગ્નિશમન વહન સાથે ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર સતત પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં જોતરાઈ હતી જેમાં બે કલાકથી પણ વધુ મુશ્કેલ ભરી ભારે જહેમંત બાદ ફાયર ફાઈટરની ટીમે આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેતા કંપનીના માલિક સહિત આસપાસના લોકો સહિત સૌ કોઈએ હાશકારો અનુભવ્યો હતો જોકે બે કલાક સુધી કંપનીમાં લાગેલ ભીષણ આગ દરમ્યાન કંપનીમાં રાખેલા પ્લાસ્ટિકના કંતાન સહિતનો જથ્થો તેમજ એક બાઈક સળગીને ખાખ થઈ જવા પામી હતી. જેને લઇને કંપનીના માલિકને ભારે નુકસાન થયું હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે જ્યારે કંપનીમાં કયા કારણોસર આગ લાગી છે તે અંગેની કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ ન હતી.

Most Popular

To Top