બારડોલી: (Bardoli) બારડોલી તાલુકાનાં મોતા ગામમાં (Village) મામાએ ભાણેજ પર બળાત્કારનો (Abuse) પ્રયાસ કરી ગંદી હરકતો કરતાં ચકચાર મચી ગઈ હતી. આ અંગે બાળકીની માતાએ બારડોલી ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
- બારડોલીમાં મામો બન્યો કંસ, દસ વર્ષની ભાણેજ પર બળાત્કારનો પ્રયાસ
- કોકો પીવડાવી ખેતરાળીમાં લઇ જઇ બાળકીના કપડાં કાઢી નાંખ્યા
- ગભરાયેલી બાળકીએ ભાગીને સમગ્ર હકીકત દાદીને કહેતા મામલો સામે આવ્યો
માંડવી તાલુકાના એક ગામની શ્રમિક મહિલા દિવાળી વેકેશન હોવાથી સંતાનો સાથે પલસાણા તાલુકામાં આવેલા પોતાના પિયરમાં માટે આવી હતી. મહિલાનું મોસાળ બારડોલી તાલુકાનું મોતા ગામ હોય, અહીં દેવદિવાળીના દિવસે મેળો ભરાતો હોય તેમાં જવા માટે તેણી બાળકો સાથે શુક્રવારના રોજ મોતા આવી હતી. તેની સાથે તેની દસ વર્ષની બાળકી પણ આવી હતી. આ બાળકીને મહિલાના મામાનો દીકરો રાહુલ બહાદુર રાઠોડ શુક્રવારે રાત્રે 9.30 વાગ્યાની આસપાસ આઇસ્ક્રીમની લારી પર કોકો પીવડાવવા લઈ ગયો હતો. જ્યાંથી તે લાલચવી ફોસલાવીને બાળકીને મોતા પાલી રોડ ઉપર આવેલ ખેતરાડી વિસ્તારમાં લઈ ગયો હતો અને ત્યાં બાળકીના કપડાં કાઢી તેની સાથે બળાત્કાર કરવાનો પ્રયાસ કરી ગંદી હરકતો કરી હતી.
જો કે બાળકી ત્યાંથી ભાગીને રડતી રડતી સીધી તેના ઘરે ગઈ હતી અને તેની દાદીને સમગ્ર ઘટના અંગે જાણકારી આપી હતી. ગ્રામજનો ભેગા થઈ જતાં બાળકીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં તેની સારવાર કરવામાં આવી હતી. ઘટના અંગે બાળકીની માતાએ બારડોલી ગ્રામ્ય પોલીસને ફરિયાદ કરતાં પોલીસે આઇપીસી તેમજ પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.