SURAT

સુરત: ઇન્સ્ટાગ્રામ પર વિધર્મી સાથે વાત કરતી કિશોરી કોઈ બીજા સાથે જ ભાગી ગઈ

સુરત: (Surat) ડિંડોલી ખાતે રહેતી કિશોરી આખો દિવસ લિંબાયતમાં રહેતા વિધર્મી સાથે ઇન્સ્ટાગ્રામ પર ચેટીંગ કરતી હતી. ઘરેથી ગાયબ થતા આ વિધર્મી ભગાડી ગયાની શંકાના આધારે તેની સામે અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પરંતુ તપાસ કરતા કિશોરી કોઈ બીજા સાથે જ ભાગી ગયાનું ધ્યાને આવ્યું છે.

  • ડિંડોલીમાં ઇન્સ્ટાગ્રામ પર લિંબાયતના વિધર્મી સાથે સંપર્કમાં રહેતી કીશોરી કોઈ બીજા સાથે જ ભાગી ગઈ
  • આખો દિવસ મોબાઈલમાં ચેટીંગ કરતા પિતાએ ઠપકો પણ આપ્યો હતો

ડિંડોલીમાં 14 વર્ષની કિશોરીને વિધર્મી ભગાડી ગયાની ફરિયાદ તેની માતાએ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. ધોરણ 9 માં અભ્યાસ કરતી કિશોરીના સ્કુલમાંથી અઢી મહિના પહેલા તેના શિક્ષકે ફોન કરીને તેની માતાને બોલાવી હતી. કીશોરી સ્કુલમાં આવતી નથી અને આવે છે તો બહાના કાઢીને જતી રહેતી હોવાની ફરિયાદ કરી હતી. તે આખો દિવસ મોબાઈલ લઈને બેસી રહેતી હતી. અંગ્રેજીમાં લખતી હોવાથી કીશોરીની માતાએ તેના પિતાને જાણ કરી હતી. આ બાબતે પિતાએ કીશોરીને ઠપકો આપી એક બે તમાચા માર્યા હતા. ત્યારે કીશોરીએ તેની માતાને લિંબાયત મીઠીખાડી ખાતે રહેતા અલ્તાફ નામના છોકરા સાથે મોબાઈલ પર ઇન્સ્ટાગ્રામ પર વાત કરતી હોવાનું કહ્યું હતું.

ત્યારબાદ ગત 21 તારીખે કીશોરીએ માતા સાથે સામાન્ય વાતને લઈને ઝઘડો કર્યો હતો. જેથી રીસાઈને માતા તેની નણંદના ત્યાં જતી રહી હતી. રાત્રે તે ઘરે આવી ત્યારે દિકરી ગાયબ હતી. આજુબાજુ તપાસ કરતા મળી આવી નહોતી. જેથી તેમને અલ્તાફ ઉપર શંકા હોવાથી ડિંડોલી પોલીસ સ્ટેશનમાં તેની સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ કરતા અલ્તાફ તો ઘરે જ હતો અને કીશોરી કોઈ બીજા સાથે જ ભાગી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું જે અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે.

Most Popular

To Top