SURAT

પરીક્ષામાં 60 ટકા આવતા કિશોર ટ્રેનમાં બેસી બાંદ્રા પહોંચી ગયો, બાંદ્રાના રિક્શા ચાલકે કર્યું આ કામ

સુરત: (Surat) કતારગામ ખાતે રહેતો અને ધોરણ 9 માં અભ્યાસ કરતો કીશોર ગઈકાલે બપોરે ઘરેથી અંગ્રેજીમાં (English) હું ઘર છોડીને જાઉ છુ તેમ લખીને નીકળી ગયો હતો. જોકે આજે વહેલી સવારે (Morning) પરત ઘરે આવી જતા પરિવારે હાશકારો અનુભવ્યો હતો.

  • પરીક્ષામાં 60 ટકા આવતા ઘરેથી ચાલકો રેલ્વે સ્ટેશન જઈ ટ્રેનમાં બેસી બ્રાંદ્રા પહોંચી ગયો
  • બાંદ્રા સ્ટેશનની બહાર રીક્ષા ચાલકે પુછપરછ કરી 100 રૂપિયા આપી પરત સુરત મોકલી આપ્યો
  • ધોરણ-9 નો વિદ્યાર્થી અંગ્રેજીમાં હું ઘર છોડીને જાઉ છુ કહીને નીકળી ગયો

કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કતારગામ ખાતે રહેતા અને પીપોદરા ખાતે કંપીનમાં નોકરી કરતા યુવકની મોટી દિકરી ઓસ્ટેલીયા અભ્યાસ કરે છે. અને નાનો દિકરો 15 વર્ષીય કીશોર ધોરણ 9 માં અભ્યાસ કરે છે. સ્કુલની પરીક્ષામાં યુવકને 60 ટકા માર્કસ્ આવ્યા હતા. તેને આ માર્ક્સ ઓછો લાગતા ઘરે અંગ્રેજીમાં હું ઘર છોડીને જાઉ છુ તેવી ચિઠ્ઠી લખીને બપોરે અઢી વાગે ઘરેથી નીકળી ગયો હતો. જેથી તેના પિતાએ પોલીસને જાણ કરતા પોલીસે તાત્કાલિક શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન આજે સવારે સાડા ચાર વાગે તે જાતે ઘરે આવી ગયો હતો.

બપોરે તે ઘરેથી સુરત સ્ટેશન ચાલતો ગયો હતો. ત્યાં બ્રાંદ્રા ટ્રેનમાં બેસી જતા સાડા આઠ વાગે બ્રાંદ્રા સ્ટેશનની બહાર ઉતરી ગયો હતો. જ્યાં રીક્ષાવાળાને એકલા બાળકને જોઈને શંકા જતા પુછપરછ કરતા તે સુરતથી આવ્યાનું કહ્યું તો રીક્ષાવાળાએ 100 રૂપિયા આપી કીશોરને સુરત જવા કહ્યું હતું. કીશોર રાત્રે 12 વાગે દહેરાદૂન ટ્રેનમાં બેસીને મળસ્કે સુરત પહોંચ્યો હતો. 100 રૂપિયામાંથી તેને 20 રૂપિયા પાણી અને બિસ્કીટમાં વાપરી 80 રૂપિયા ઘરે આવવા રીક્ષાનું ભાડુ આપ્યું હતું.

Most Popular

To Top