Dakshin Gujarat

અંકલેશ્વરમાં હવાના પ્રદૂષણમાં વધારો, AQI ઇન્ડેક્સ 226 ઉપર પહોંચ્યો

ભરૂચ: (Bharuch) અંકલેશ્વરમાં હવાના પ્રદૂષણમાં (Pollution) દિવસે ને દિવસે વધારો થતો જોવા મળે છે. અંકલેશ્વરમાં પાણી પ્રદૂષણ બાદ હવાનું (Air) પ્રદૂષણ પણ વધ્યું છે. પ્રદૂષણ વધતાં હૃદયરોગનો હુમલો, શ્વાસોશ્વાસમાં તકલીફ, અસ્થમા જેવી બીમારી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

  • અંકલેશ્વરમાં હવાના પ્રદૂષણમાં વધારો, AQI ઇન્ડેક્સ 226 ઉપર પહોંચ્યો
  • પ્રદૂષણ વધતાં હૃદયરોગનો હુમલો, શ્વાસોશ્વાસમાં તકલીફ, અસ્થમા જેવી બીમારી વધી શકે

હવાની ગુણવત્તા અને પ્રદૂષણના માપદંડમાં પીએમ-ર૫ની માત્રા સૌથી મહત્ત્વની ગણવામાં આવે છે. પાર્ટીક્યુલેટ મેટર-૨૫ એમએમથી નાના હોય તો તે ફેંફસાંમાં જઇને જામી જાય છે. તેને કારણે હૃદયરોગનો હુમલો, સગર્ભા સ્ત્રીઓને શ્વાસોશ્વાસમાં તકલીફ, અસ્થમા જેવા પ્રશ્નો થઇ શકે છે. પીએમ ૧૦ને કારણે ગળા, નાકના પ્રોબ્લેમ થાય છે. એનઓરને કારણે ફેંફસાંને લગતી બીમારી થાય છે. હાલના દિવસોમાં હવાની ડેન્સિટીમાં ફરક આવતાં હવાની ગુણવત્તા પર અસર થાય છે.
અંકલેશ્વરની હવાના પ્રદૂષણમાં છેલ્લા કેટલાક દિવસોથી વધારો થતાં AQI ઇન્ડેક્સ 226 પર પહોંચ્યો છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. હવાના પ્રદૂષણનાં મુખ્ય કારણોમાં ઔદ્યોગિક પ્રદૂષણ અને સાથે ખરાબ રસ્તાના કારણે ઊડતી ધૂળ હોય છે. ૦થી ૫૦ એક્યુઆઇ હોય તો હવાની શ્રેષ્ઠ ગુણવત્તા કહેવામાં આવે છે. જ્યારે ૫૧ થી ૧૦૦ વચ્ચે હોય તો સંતોષકારક, ૧૦૧થી ૨૦૦ હોય તો સામાન્ય ૨૦૧થી ૩૦૦ હોય તો ખરાબ, ૩૦૧થી ૪૦૦ હોય તો અત્યંત ખરાબ ગુણવત્તા કહેવામાં આવે છે.

Most Popular

To Top