લુણાવાડા : સંતરામપુર તાલુકાના જાનવડ ગામની હાઈસ્કૂલના આચાર્યએ સગીર વયની વિદ્યાર્થિનીને ઘરે ચા પીવાના બહાને બોલાવ્યા બાદ તેના પર દૂષ્કર્મ ગુજાર્યું હતું. આ અંગે લુણાવાડા પોલીસે તેની વડોદરાથી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સંતરામપુર તાલુકાના જાનવડ ગામની હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા રાજેશ પટેલે તેની શાળાની જ પૂર્વ વિદ્યાર્થિની પર દૂષ્કર્મ ગુજારવાનો બનાવ બનતા ચકચાર મચી ગઈ હતી. આ પૂર્વ વિદ્યાર્થિની બજારમાં મળી હતી. આથી, રાજેશ પટેલે તેને ચ્હા પીવા ઘરે લઇ ગયો હતો.
બાદમાં તેણે દૂષ્કર્મ ગુજાર્યું હતું. બાદમાં આ વાત કોઇને પણ કહીશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. બાદમાં બાઇક પર તેમના ઘરેથી થોડે દૂર બાઇક પર મુકી ગયા હતા. આ સગીરા જેમ તેમ ઘરે પહોંચતાં ચક્કર ખાઇને પડી ગઈ હતી. આથી, તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અંગે સગીરાએ સઘળી હકિકત તેના પિતાને જણાવતા તેઓ ચોંકી ગયા હતાં અને આ મામલે લુણાવાડા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યા હતા.
બીજી તરફ આચાર્ય રાજેશ પટેલ ભુગર્ભમાં ઉતરી ગયો હતો. આથી, પોલીસે તેની શોધખોળ હાથ ધરતાં તે વડોદરાના વાઘોડીયામાં હોવાની માહિતી મળતાં તુરંત પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને રાજેશ હરિદાસ પટેલ (રહે. મોટી સરસણ, તા. સંતરામપુર)ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, શિક્ષણ જેવા પવિત્ર ક્ષેત્રમાં લંપટ આચાર્યના કરતુતથી શરમજનક ઘટના કાળી સહીથી લખાઈ છે. સમગ્ર શિક્ષણ જગતમાં લાંછન સમાન આ દુષ્કર્મનાે બનાવ બન્યાે છે.