સુરત(Surat) : સચિન (Sachin) વક્તાણા (Vaktana) ગામ નજીક રોડ ડિવાઈડર (Divider) સાથે ભટકાયેલા (Accident) યુવકનું ખાનગી હોસ્પિટલમાં મોત (Death) નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મૃતક ધર્મેશ રાઠોડ પલસાણા થી ખરવાસા આવતા અકસ્માતનો ભોગ બન્યો હતો. એટલું જ નહીં પણ ધર્મેશને સમયસર સારવાર માટે નહીં લઈ જવાતા માથાની ઇજા મોતનું કારણ બની હોવાની વાત સામે આવી રહી છે.
મૃતક ધર્મેશ ડીબુ રાઠોડના મિત્રો એ જણાવ્યું હતું કે બે બહેન નો એક નો એક ભાઈ અને માતા-પિતાનો એકનો એક દીકરો હતો. ધર્મેશ લોંખડ બનાવવાના કારખાનામાં કામ કરતો હતો. ઘરમાં આર્થિક રીતે મદદ રૂપ થતો હતો. અકસ્માતમાં મોતના સમાચાર સાંભળી પરિવાર શોકમાં સરી પડ્યું હતું.
વધુમાં જણાવ્યું હતું કે, ધર્મેશ પલસાણા મિત્ર ને મળીને પરત આવી રહ્યો હતો. ત્યારે વક્તાણા નજીક રોડ ડિવાઈડર સાથે મોપેડ ભટકાતા ગંભીર રીતે ઘવાયો હતો. એટલું જ નહીં પણ ત્યાંથી પસાર થતા પરિચિત યુવકોએ ગામના મિત્રો ને જાણ કરતા મિત્રો કાર લઈ ને ઘટના સ્થળે દોડી ગયા હતા. ત્યારબાદ નજીકની ખાનગી હોસ્પિટલ પછી બીજી હોસ્પિટલમાં લઈ જતા મૃત જાહેર કરાયો હતો.