Vadodara

તકલાદી બાંધકામ : સયાજીપુરા સ્થિત પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનના સ્લેબના પોપડા ખર્યા

વડોદરા: માનનીય પ્રધાનમંત્રી દ્વારા લોકોને સસ્તા અને સારા મકાનો મળે તેના માટે પ્રધાનમંત્રી આવાસ યોજના મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનો બનાવવામાં આવ્યા પરંતુ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલી ભગતના કારણે આ આવાસોની અંદર ક્યાંક ને ક્યાંક પોપડા ખરી પડે છે પીવાના પાણીની સમસ્યા છે ડ્રેનેજની સમસ્યા છે કોમન પ્લોટ બનાવી નથી આપ્યા ધાબામાંથી પાણી ગળે છે આવી અનેક સમસ્યાઓથી આવાસમાં લાભાર્થીઓ હેરાન પરેશાન છે. 53/2 સયાજીપુરામાં 2017માં આવાસોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તે જ આવાસોમાં આજ રોજ 53 / 2 ખાતે આવેલ વિનાયક રેસીડેન્સી નો આઈ બ્લોકના 101 નંબરના આવાસ માંથી રાત્રે 12:00 વાગે સ્લેબના પોપડા ખરી પડ્યા હતા .

ઘણો મોટો ભાગ પોપડાથી તૂટી પડ્યો હતો અકસ્માતે કોઈ જાન હાની થઈ નથી પરંતુ જો રાત્રે સુતા હોય અને સ્લેબનો પોપડાનો ભાગ માથા પર કે કોઈ અંગ વ પર પડી જાય અને જાનહાનિ થાય તો જવાબદારી કોની ? એક બાજુ પ્રધાનમંત્રી ભ્રષ્ટાચાર મુક્ત ભારત અને ભ્રષ્ટાચાર નહિ કરવાની વાતો સમજાવે છે ત્યારે બીજી બાજુ આ જ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ સત્તાધીશો દ્વારા ભ્રષ્ટાચાર આચરીને ગુણવત્તા વગરના આવાસો બનાવીને જનતાના જીવ જોખમમાં મૂકી રહ્યા છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે આ તમામ આવાસોનું જો થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થયું હોય તેમ છતાં પણ આવા સ્લેબ ના પોપડા વારંવાર ખરતા હોય તો થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરનાર એજન્સી એ પણ ભ્રષ્ટાચાર આચર્યું છે તેવું અહીંયા ફલિત થાય છે .

વિજીલન્સ તપાસની માગ
આગામી દિવસોમાં તમામ પ્રધાનમંત્રી/ મુખ્યમંત્રી આવાસોમાં પડતી મુશ્કેલીઓ બાબતે તેમજ થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન કરનાર તમામ સમક્ષ મ્યુનિસિપલ કમિશનર ને રજૂઆત કરીને વિજીલન્સ તપાસ કરવાની માંગ કરનાર છે.
અતુલ ગામેચી, સામાજિક કાર્યકર

Most Popular

To Top