Gujarat

દેવી પૂજક સમાજની બાળકીની અર્ધ નગ્ન હાલતમાં લાશ મળતાં બોટાદમાં ટોળાઓ રસ્તા પર ઉતર્યા

બોટાદ: (Botad) બોટાદમાં દેવી પૂજક સમાજની 10 વર્ષની બાળકીની હત્યા (Murder) મામલે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. બાળકીની રવિવાર રાત્રિએ અર્ધ નગ્ન હાલતમાં લાશ (Dead Body) મળતા સમાજના લોકો ઉશ્કેરાયા હતાં અને બાળકીને ન્યાય (Justice) અપાવવા રસ્તા પર ટોળે ટોળા ભેગા થયા હતાં. બોટાદના ગઢડા રોડ પર આવેલા નાગલપર દરવાજા ખાતે મોટી સંખ્યામાં દેવી પૂજક સમાજના લોકો ભેગા થયા હતાં અને રસ્તા પર ચક્કાજામ કરી આરોપીની ધરપકડ (Arrest) તેમજ ફાંસી આપવાની માંગ કરી હતી.

બોટાદનાં ભગવાનપરા વિસ્તારમાં 15 જાન્યુઆરી 2023 ની રાત્રીએ એક અવાવરૂ જગ્યાએથી અર્ધનગ્ન હાલતમાં બાળકીની લાશ મળી આવ્યાની જાણ બોટાદ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તપાસ કરતાં આશરે 8 થી 10 વર્ષની બાળકીની લાશ હોવાનું બહાર આવ્યું હતું. બાળકીની લાશ અર્ધનગ્ન હાલતમાં મળી આવતા હત્યા થયા હોવાની આશંકા દર્શાવાઈ રહી છે. પોલીસ દ્વારા બાળકીની લાશને પીએમ માટે સોનાવાલા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

આ ઘટના બાદ દેવીપૂજક સમાજના પુરુષો અને મહિલાઓ રોડ પર ઉતરી આવ્યા હતાં. બોટાદ શહેરના ગઢડા રોડ પર આવેલા નાગલપર દરવાજે મોટી સંખ્યામાં દેવીપૂજકન સમાજના લોકોએ ભેગા થઈ રસ્તા પર ચક્કાજામ કર્યો હતો. સમાજના આગેવાનો પણ ચક્કાજામમાં જોડાયા હતા. સમાજના લોકો દ્વારા વહેલામાં વહેલી તકે આરોપીની ધરપકડની માંગ કરવામાં આવી હતી. સાથેજ આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે તેવી પણ માંગ કરાઈ હતી. મોટી સંખ્યામાં ભેગા થયેલા દેવી સમાજના લોકોએ ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલનની ચીમકી આપી હતી.

Most Popular

To Top