National

નવસારીમાં શહીદ ચોક પાસે એક યુવાને દંપતીને માર માર્યો, તારા જેટલા ભાઈઓ હોય તે બધાને..

નવસારી: (Navsari) નવસારીમાં શહીદ ચોક પાસે એક યુવાને દંપતીને (Couple) માર મારતા (Beaten) મામલો નવસારી ટાઉન પોલીસ મથકે (Police Station) નોંધાયો છે. મળતી માહિતી મુજબ, નવસારી કમેલા રોડ પર યશફીન હોસ્પિટલની પાછળ ખુશ્બુબેન વસીમ શેખ તેમના પરિવાર સાથે રહે છે. ગત 3જીએ ખુશ્બુબેન તેમના પતિ વસીમ અને છોકરી ઝોહા સાથે બિલ્ડિંગના પાર્કિગમાં બેસેલા હતા.

  • નવસારીમાં શહીદ ચોક પાસે એક યુવાને દંપતીને માર માર્યો
  • આરોપીએ જ્યાં દેખાશે ત્યાં અપશબ્દો બોલી અને તને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી
  • વસીમને કહેજે તારા જેટલા ભાઈઓ હોય તે બધાને શહીદ ચોક ઉપર લઈને આવે

દરમિયાન ગોલવાડ મોઠવાડ મહોલ્લામાં રહેતા આસિફ જાફર પઠાણ ખુશ્બુબેન અને વસીમને અપશબ્દો બોલવા લાગ્યો હતો. જોકે, ત્યારે ખુશ્બુબેન વસીમને લઈ ઘરે જતા હતા. બીજા દિવસે વસીમે આસિફને ફોન કરી તે મારી કારનો કાચ કેમ તોડી નાંખ્યો છે તેમ કહેતા આસિફે મે તારી કારનો કાચ તોડ્યો નથી. ત્યાર બાદ પરવેઝ ઉપર તેણે ફોન કરીને કહ્યું હતું. વસીમને કહેજે તારા જેટલા ભાઈઓ હોય તે બધાને શહીદ ચોક ઉપર લઈને આવે તેમ કહેતા પરવેઝ અને વસીમ આસિફને મળવા શહીદ ચોક પાસે મળવા જતા તું તારી બિલ્ડિંગના કેમેરા ચેક કરી લેજે અને તારાથી થાય તે કરી લેજે અને આપતા વસીમ કારમાં બેસવા જતા આસિફે પાછળથી આવી ધારદાર વસ્તુ વડે માથાના ભાગે મારી દીધું હતું અને નાસી છૂટ્યો હતો. વસીમને હોસ્પિટલમાં ખસેડાયા બાદ તેની પત્નીની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

નવસારીની મીથીલાનગરીમાં મારામારી કરી રહેલા યુવાનોનો ધક્કો લાગતા મહિલાનું મોત
નવસારી : નવસારી મીથીલા નગરીમાં પૈસાની લેવડ-દેવડ બાબતે ઝઘડો કરતા યુવાનોનો મહિલાને ધક્કો લાગતા મહિલા પડી ગઈ હતી. જેથી મહિલાનું મોત નીપજતા મામલો નવસારી ગ્રામ્ય પોલીસ મથકે પહોંચ્યો હતો. મળતી માહિતી મુજબ, મૂળ યુ.પી. ના સીતાપુર બંગલા પુરવા અને હાલ નવસારી વિરાવળ મીથીલા નગરી ઓમસાઈ રેસીડન્સીમાં નન્હક ભુલઈ નિષાદ તેમના પરિવાર સાથે રહે છે. ગત ચોથીએ નન્હકભાઈના ઘર પાસે અમરનાથ સરવન નિષાદની સાથે અજય કુંદન નિષાદ, સુનીલ જગુ રાજભર, સુનીલ નિષાદ અને દાતારામ કલરકામ કરેલા રૂપિયાની બાબતમાં છુટા હાથની મારા મારી કરી રહ્યા હતા. જેથી નન્હકભાઈ અને અન્ય લોકો છોડાવવા વચ્ચે પડ્યા હતા.

અમરનાથ નિષાદે અજય નિષાદને કલરકામ કરેલાના હિસાબના રૂપિયા અમરનાથને લેવાના હતા. જે પૈસા અજય નિષાદ આપતા ન હોવાથી મારામારી કરતા હતા. જોકે તેઓને સમજાવી છુટા પાડ્યા હતા. પરંતુ થોડીવાર બાદ ફરીથી તેઓ ઝઘડો કરવા લાગતા અજય નિષાદ, સુનીલ જગુ રાજભર, સુનીલ નિષાદ અને દાતારામ અમરનાથ નિષાદને માર મારી રહ્યા હતા. જે ઝઘડાને પગલે સોસાયટીમાં રહેતા તમામ લોકો ભેગા થઇ ગયા હતા. જેથી અમરનાથ બચવા માટે આમતેમ નાસવા જતા અજય, સુનીલ રાજભર, સુનીલ નિષાદ અને દાતારામ ધક્કા મુક્કી કરતા કરતા હોવાથી નન્હકભાઈની પત્ની સીતમીદેવીને ધક્કો લાગતા તેણી પક્ષીઓને પીવા માટે પાણી ભરેલા કુંડા ઉપર પડ્યા હતા. જેથી સીતમીદેવી બેભાન થઇ જતા તાત્કાલિક સારવાર અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને ચકાસીને મૃત જાહેર કરી હતી. આ બનાવ અંગે મૃતકના પતિ નન્હકભાઈએ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે અજય નિષાદ, સુનીલ રાજભર, સુનીલ નિષાદ અને દાતારામ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.આઈ. ડી.કે. પટેલે હાથ ધરી છે.

Most Popular

To Top