Madhya Gujarat

આણંદના અઢી સો ગામમાં જાહેર નોટીસ થકી મતદાન કરવા અપીલ

આણંદ : વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આણંદ જિલ્લાની 7 વિધાનસભા મતદાર વિભાગની ચૂંટણી સંદર્ભે બીજા તબક્કામાં આગામી 5મી ડીસેમ્બરના રોજ મતદાન થનાર છે. જેને ધ્યાને લઈ આણંદ જિલ્લાના મતદાર વિભાગોમાં રહેલા મતદારોમાં મતદાન જાગૃત્તિ વધે તે માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહયાં છે. આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડી. એસ. ગઢવીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના શહેરી વિસ્તારોની સાથે ગ્રામ્ય વિસ્તારોના મતદારોમાં પણ મતદાન પ્રત્યે જાગૃતિ કેળવાય તે માટે આણંદ જિલ્લાના તમામ મતદાર વિભાગોના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં સ્વીપ અંતર્ગત મતદાર જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે.

આ કાર્યક્રમો અંતર્ગત તમામ મતદાર વિભાગોના અઢી સોથી વધારે ગામડાની જાહેર નોટીસ બોર્ડ પર મતદાન જાગૃતિ અર્થે ગામના મતદાતાઓને 5મી ડીસેમ્બરના રોજ મતદાન કરવા અપીલ કરવામાં આવી છે. ગ્રામ્ય કક્ષાએ નોટીસ બોર્ડ ઉપર મૂકવામાં આવેલા મતદાર જાગૃતિ અર્થેના સંદેશાની વાત કરીએ તો, અજુપુરા ગામના નોટીસ બોર્ડ ઉપર મતદાન માટેની સુંદર વાત રજુ કરવામાં આવી છે.

હું છુ મતદાર… આળસ કરીશ નહી
આ બોર્ડ ઉપર જાહેર જનતાને અપીલ કરતાં જણાવાયું છે કે, આથી ગામની જાહેર જનતાને જણાવવાનું કે, તા. ૫-૧૨-૨૦૨૨ ના રોજ લોકશાહીનાં ઉત્સવમાં આપનો કિંમતીમત આપવા જરૂર જઈએ. ૧૦૦ ટકા મતદાન કરીએ. મતદાન કરવું એ આપણી નૈતિક ફરજ છે. એ ફરજ બજાવીને લોકશાહીનો ‘‘અવસર’’ ઉજવીએ. હું છુ મતદાર… આળસ કરીશ નહી, ફરજથી ડગીશ નહી… મતદાન ચૂકીશ નહી….

Most Popular

To Top