Entertainment

‘તુમ બસ મેરી રહેના…’, અર્જુન કપૂર લેડી લવ માટે રોમેન્ટિક થયો

મુંબઈ: બોલિવૂડની (Bollywood) ખૂબસૂરત એકટ્રેસ મલાઈકા અરોરા આજે તેનો 49મો જન્મદિવસ (Birthday) ઉજવી રહી છે. મલાઈકાના જન્મદિવસને તેના પ્રિય અર્જુન કપૂરે સુપર સ્પેશિયલ (Super special) બનાવ્યો છે. તેની લેડી લવના જન્મદિવસના અવસર પર અર્જુન ખૂબ જ રોમેન્ટિક મૂડમાં જોવા મળી રહ્યો છે અને તેણે મલાઈકા માટે એક ખાસ પોસ્ટ (Post) શેર કરી છે. અર્જુન કપૂરે તેની પ્રેમિકા મલાઈકા અરોરાના જન્મદિવસ પર અભિનેત્રી સાથેનો એક રોમેન્ટિક ફોટો શેર કર્યો છે.

ફોટામાં અર્જુન મલાઈકાને પ્રેમભરી નજરે જોતો જોવા મળે છે. મિરર ફોટોમાં મલાઈકા પોતાને જોઈ રહી છે અને અર્જુન પણ તેના પ્રિયતમ એટલેકે મલાઈકાને પ્રેમથી જોઈ રહ્યો છે. મલાઈકા અને અર્જુનનો પ્રેમ અને સિઝલિંગ કેમેસ્ટ્રી ચાહકોને કપલ ગોલ આપી રહી છે. બંનેના બોન્ડે ચાહકોના ધબકારા તેજ કરી દીધા છે. પરંતુ મલાઈકા માટેનો અર્જુનનો સંદેશ અર્જુનની તસવીર કરતાં વધુ રોમેન્ટિક છે. ફોટોના કેપ્શનમાં અર્જુને મલાઈકા પ્રત્યેનો પ્રેમ ખૂબ જ સુંદર રીતે વ્યક્ત કર્યો છે. મલાઈકાને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા અર્જુને લખ્યું- ‘ધ યિન ટુ માય યાંગ. હેપી બર્થડે બેબી. તમે જે છો તે રહો. ખુશ રહો. હંમેશા મારા રહો.

અર્જુન-મલાઈકાના ફેન બનેલા મલાઈકા માટે અર્જુનની મીઠી અને રોમેન્ટિક ઈચ્છા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બંનેની પ્રેમાળ કેમિસ્ટ્રી જોઈને ચાહકો તેઓને વઘુ પ્રેમ આપી રહ્યા છે. ચાહકોથી લઈને સેલેબ્સ સુધી, દરેક જણ મલાઈકાને તેના જન્મદિવસ પર ખાસ રીતે શુભેચ્છા પાઠવી રહ્યા છે. મલાઈકા અને અર્જુન કપૂર બોલિવૂડનું સૌથી રોમેન્ટિક અને સુંદર કપલ છે. જ્યારથી બંનેએ પોતાના સંબંધોને ઓફિશિયલ કર્યા છે ત્યારથી તેઓ હંમેશા એકબીજા પર પ્રેમ વરસાવતા જોવા મળે છે. વેકેશન પર જવાથી લઈને પાર્ટીઓમાં હાજરી આપવા સુધી, મલાઈકા અને અર્જુન હંમેશા એકબીજાનો હાથ પકડેલા કયુટ કપલની જેમ જોવા મળે છે. ચાહકો હવે આ કપલના લગ્નની રાહ જોઈ રહ્યા છે. મલાઈકા અને અર્જુનના ચાહકોની આ ઈચ્છા ક્યારે પૂરી થાય છે તે તો જોવું રહ્યું.

Most Popular

To Top