National

પાકિસ્તાનનો હિંદુ શરણાર્થી દિલ્હીમાં આવી જાસૂસી કરતો હતો, ઈન્ટેલિજન્સે ધરપકડ કરી

પાકિસ્તાન: પાકિસ્તાન (Pakistan) તેના નાપાક ષડયંત્રો રચતું રહે છે. વધુ એક પાકિસ્તાનની કરતૂતો સામે આવી છે. પાકિસ્તાન માટે જાસૂસી (Espionage) કરતા એક વ્યક્તિની દિલ્હીમાંથી (Delhi) ધરપકડ કરવામાં આવી છે. જો કે, આશ્ચર્યની વાત એ છે કે આ જાસૂસ એક હિન્દુ શરણાર્થી (Hindu refugee) છે જે પાકિસ્તાનથી આવીને ભારતીય નાગરિકતા લઈ ચૂક્યો છે. હાલ તેની ધરપકડ કરવામાં આવી છે. ઈન્ટેલિજન્સ (Intelligence) દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

મળતી માહિતી અનુસાર આ શરણાર્થી પાકિસ્તાન માટે જાસૂસી કરતો હોવાનું સામે આવ્યું છે. અને આ આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરથ દરમિયાન મળતી વિગત અનુસાર ત્રણ વર્ષ પહેલા ભારતીય નાગરિકતા મેળવી હતી રાજસ્થાન ઈન્ટેલિજન્સે દિલ્હીથી 46 વર્ષીય ભાગચંદની ધરપકડ કરી છે. આરોપીએ ત્રણ વર્ષ પહેલા ભારતીય નાગરિકતા લીધી હતી અને દિલ્હીમાં રહીને ટેક્સી ચલાવતો હતો.

પાકિસ્તાની હેન્ડલર્સના સંપર્કમાં હતો જાસૂસ
ઈન્ટેલિજન્સને માહિતી મળી હતી કે આરોપી પાકિસ્તાની હેન્ડલરના સંપર્કમાં છે અને દિલ્હીથી પાકિસ્તાનમાં મહત્વપૂર્ણ માહિતી મોકલી રહ્યો છે. માહિતી આપતાં એડીજી ઈન્ટેલિજન્સ ઉમેશ મિશ્રાએ કહ્યું કે તેઓ પાકિસ્તાની હેન્ડલર્સના સંપર્કમાં હતો અને દિલ્હીમાં સંવેદનશીલ સ્થળો વિશે પાકિસ્તાનને માહિતી મોકલી રહ્યા હતા. 14 ઓગસ્ટના રોજ ભીલવાડામાંથી નારાયણ લાલ ગદરી નામના વ્યક્તિની જાસૂસીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી, જેના મોબાઇલ પરથી જાણવા મળ્યું હતું કે ભાટી માઇન્સ, સંજય કોલોની, દિલ્હીમાં રહેતો ભાગચંદ પણ તેની સાથે સામેલ હતો.

1998માં પરિવાર સાથે ભારત આવ્યા હતા
જ્યારે ઈન્ટલિજન્સ દ્વારા તેની કડક રીતે પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે કહ્યું કે પાકિસ્તાની હેન્ડલર્સ તેના ખાતામાં પણ પૈસા નાખતા હતા. તે છેલ્લા ત્રણ વર્ષથી પાકિસ્તાન માટે જાસૂસી કરી રહ્યો હતો. ઓટો ચલાવતી વખતે તે દિલ્હીના અલગ-અલગ સ્થળોની તસવીરો પાડીને પાકિસ્તાન મોકલતો હતો. પકડાયેલ આરોપી 1998માં પરિવાર સાથે વિઝા પર ભારત આવ્યો હતો અને અહીં કામ કરવા લાગ્યો હતો. તેને ત્રણ વર્ષ પહેલા ભારતીય નાગરિકતા મળી હતી. ગુપ્તચર વિભાગની સંયુક્ત ટીમ જયપુરમાં આ અંગે પૂછપરછ કરી રહી છે.

Most Popular

To Top