Charchapatra

નેતાઓ ગપ્પાંબાજી બંધ કરે

ગુજરાતમાં ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે મતદારોને રાજી કરવા કોંગ્રેસ ભાજપ ગપ્પાબાજી શરૂ કરી લોકોને હથેળીમાં ચાંદ દેખાડવાનું શરૂ કર્યું છે. ભાજપે 25 વર્ષના શાસનમાં એક પણ ચૂંટણી ઢંઢેરાનો અમલ કર્યો નથી. માત્ર ગપ્પાબાજી ચલાવી. હવે કોંગ્રેસ ભાજપના રસ્તે જઇ રહી છે. 5 લાખ નોકરીઓ અને કોવિડનો ભોગ બનનારને 4 લાખ વળતર જેવી હવાઇ વાતો કરે છે. તેના બદલે સાંસદો અને ધારાસભ્યોના પેન્શન નાબૂદ કરી 1 લાખ કરોડ બેરોજગારોને ભથ્થાં તરીકે આપવાની જાહેરાત કરવી જોઇએ. ભ્રષ્ટાચાર હટાવવા વહીવટનું વિકેન્દ્રીકરણ તેમજ જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીઓ સરપંચ-સભ્યો દ્વારા યોજી 1 લાખ કરોડ બચાવવા જોઇએ. ક્રાંતિકારી કદમ ઉઠાવનારને જ મતદારો પસંદ કરશે. હવે ગપ્પાબાજી નહીં ચાલે.
વલ્લભ વિદ્યાનગર – જગદીશ ડી. ઉપાધ્યાય – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top