National

78 વર્ષીય વૃદ્ધાએ પોતાની તમામ સંપત્તિ રાહુલ ગાંધીના નામે કરી, કહ્યું- દેશને તેની જરૂર છે…

દહેરાદુન: ઉત્તરાખંડની (Uttarakhand ) એક મહિલાએ પૂર્વ કોંગ્રેસ (Congress) અધ્યક્ષ રાહુલ ગાંધીને (Rahul Gandhi) પોતાની તમામ સંપત્તિ (Property) આપી દીધી છે. દેહરાદૂનની (Daheradun) એક 78 વર્ષીય મહિલાએ પોતાની તમામ મિલકત રાહુલ ગાંધીને આપી દીધી છે. જેમાં 50 લાખની સંપત્તિ તેમજ 10 તોલા સોનાનો સમાવેશ થાય છે.

  • દેહરાદૂનની મહિલાએ પોતાની તમામ મિલકત રાહુલ ગાંધીના નામે કરી
  • 78 વર્ષીય પુષ્પા મુંજિયાલે કહ્યું કે દેશને રાહુલની જરૂર છે
  • 50 લાખની સંપત્તિ સાથે 10 લાખનું સોનું પણ નામે કર્યું
  • ઈન્દરા ગાંધી, રાજીવ ગાંધી…દેશની એકતા અને અખંડિતતા માટે જીવન બલિદાન કર્યું : મહિલા

તમને જણાવી દઈએ કે પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં (Election) કોંગ્રેસ પાર્ટીની ખરાબ રીતે હાર થઈ છે. આ પછી પાર્ટી પરસ્પર તણાવનો સામનો કરી રહી છે. આ દરમિયાન મહિલાએ રાહુલ ગાંધી અને તેમના વિચારોને દેશ માટે જરૂરી ગણાવ્યા છે. તેમણે કહ્યું કે તે કોંગ્રેસ પાર્ટીના વિચારોથી ઘણી પ્રભાવિત છે.

દેહરાદૂનની રહેવાસી 78 વર્ષીય મહિલા પુષ્પા મુંજિયાલે (Pushpa Munjiyal) રાહુલ ગાંધીને પોતાની તમામ સંપત્તિના માલિક બનાવી દીધા છે. તેણે રાહુલ ગાંધીને માલિકીનું ટાઈટલ આપી દેહરાદૂન કોર્ટમાં વસિયતનામું રજૂ કર્યું છે.

મહિલાનું કહેવું છે કે તે રાહુલ ગાંધીના વિચારોથી ખૂબ પ્રભાવિત છે, તેથી તે પોતાની મિલકત રાહુલ ગાંધીના નામે આપી રહી છે. મહિલાની સંપત્તિમાં 50 લાખની સ્થાયી અસ્થાયી અને મિલકત અને 10 તોલા સોનું પણ સામેલ છે.

આ મુદ્દે કોંગ્રેસના મહાનગર અધ્યક્ષ લાલચંદ શર્માએ કહ્યું કે મહિલાએ રાહુલ ગાંધીના નામ પર પોતાની સંપત્તિની જુબાની પૂર્વ પ્રદેશ અધ્યક્ષ પ્રિતમ સિંહને તેમના નિવાસસ્થાને સોંપવામાં આવી છે. કોંગ્રેસના મહાનગર પ્રમુખ લાલચંદ શર્માએ જણાવ્યું કે મહિલાએ કહ્યું કે રાહુલ ગાંધીના પરિવારે દેશની આઝાદીથી આજદિન સુધી હંમેશા આગળ વધીને દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. ઇન્દિરા ગાંધી હોય, રાજીવ ગાંધી હોય. તેણીએ આ દેશની એકતા અને અખંડિતતા માટે પોતાનું જીવન બલિદાન આપ્યું

Most Popular

To Top