World

ઇરાનનું અદભૂત ઘુમ્મ્ટ નગર: અહીં બધા મકાનો રંગબેરંગી ઘુમ્મટ જેવા બનાવાયાં છે

ઇરાનના અખાતમાં આવેલ હોરમઝ ટાપુ પર એક નવુ ગામ વસાવવામાં આવ્યું છે જેની વિશેષતા એ છે કે તેમાં બધા મકાનો, રેસ્ટોરાંઓ, કાફે, દુકાનો વગેરે ઘુમ્મટના આકારના બનાવવામાં આવ્યા છે.

મજારા(જેનો અર્થ સાહસ થાય છે) નામના આ ગામને તેહરાન સ્થિત ઝેડએવી આર્કિટેક્ટ્સ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ ગામમાં બધા મકાનો, દુકાનો વગેરે ઘુમ્મટના આકારના બનાવાયા છે અને આ ઘુમ્મટ જેવી રચનાઓ વળી રંગબેરંગી આકારની બનાવવામાં આવી છે.

આમાં એક ગેલેરી, એક પ્રાર્થના ખંડ અને ટુરિસ્ટ ઇન્ફો સેન્ટર પણ બનાવવામાં આવ્યું છે. રંગબેરંગી ઘુમ્મટ આકારની ઇમારતોથી આ ગામ કોઇ કાર્ટૂન ગામ હોય તેવું પણ લાગે છે. હોરમઝ ટાપુ આમ પણ તેના કુદરતી રંગબેરંગી દ્રશ્યો માટે જાણીતો છે અને તેને કેટલાક મેઘધનુષી ટાપુ પણ કહે છે તેમાં હવે આ ગામના આકર્ષણનો ઉમેરો થયો છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top