Gujarat

વટવામાં 70 કરોડના ખર્ચે બનેલા વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનો આરંભ

અમદાવાદની વટવા ઔદ્યોગિક વસાહતમાં રૂ. ૭૦ કરોડના ખર્ચે નવનિર્મિત ૩૦ એમ.એલ.ડી. વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનો કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકર અને ગાંધીનગરથી સીએમ વિજય રૂપાણીએ વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં વિડીયો કોન્ફરન્સથી આરંભ કરાવ્યો હતો.
ગ્રીન એન્વાર્યમેન્ટ સર્વિસિસ કો-ઓપરેટિવ સોસાયટી દ્વારા અદ્યતન ટેકનોલોજીના વિનિયોગથી ફેન્ટમ કેટાલીક રિએકટર ટેકનોલોજી સજ્જ આ પ્લાન્ટનો લાભ વટવા જી.આઇ.ડી.સી.ના ૭૦૦ જેટલા ઉદ્યોગોને મળશે. આ પ્રોજેક્ટથી વટવા ઔદ્યોગિક વિસ્તાર વેસ્ટ વોટરના નિકાલ અંગેના ૧૦૦ ટકા નોર્મ્સનું પાલન કરતો વિસ્તાર બની જશે.

મુખ્યમંત્રીએ આ પ્રસંગે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ગુજરાતમાં આપણે સમય સાથે કદમ મિલાવતા વોટર મેનેજમેન્ટ, ઘરગથ્થું ગંદા પાણીના શુદ્ધિકરણ અને રીયુઝ ઓફ ટ્રીટેડ વોટર, સોલાર પોલિસી, ઇલેક્ટ્રિક વ્હીકલ પોલીસી જેવા અભિગમ અપનાવી કલાઇમેટ ચેન્જ – ગ્લોબલ વોર્મિંગના પડકારો સામે પર્યાવરણ રક્ષા અને વાતાવરણ શુદ્ધિનો દેશને માર્ગ બતાવ્યો છે. તેમણે કહ્યું હતું કે ઔદ્યોગિક એકમોના ગંદા પાણીના શુદ્ધિકરણ અને નિકાલ માટે રાજ્યમાં સી.ઇ.ટી.પી.ને વેગ આપીને 750 થી વધુ એમ.એલ.ડી પાણી શુધ્ધિકરણ ક્ષમતાના ૩પ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે અને ૧૯ જેટલા નવા પ્લાન્ટનું આયોજન છે.

Most Popular

To Top