ગુજરાતના રાજકારણમાં અણધાર્યો વળાંક આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને છોડીને રાજ્યના તમામ 16 મંત્રીઓએ પોતાના પદ પરથી રાજીનાં આપ્યા છે. હવે નવું મંત્રીમંડળ આજે તા. 17 ઓક્ટોબરે શુક્રવારે સવારે 11:30 વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં શપથ લેશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નવા મંત્રીઓને હોદ્દા અને ગુપ્તતાનો શપથ લેવડાવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા મંત્રીમંડળની યાદી રાજ્યપાલને સોંપી દીધી છે. મળતી માહિતી મુજબ કેબિનેટમાં 6 મંત્રી યથાવત રહેશે. જ્યારે અન્ય મંત્રીઓના સ્થાને નવા ચહેરાઓને તક આપવામાં આવશે. યથાવત રહેનારા મંત્રીઓના નામ નીચે મુજબ છે:
- ઋષિકેશ પટેલ
- કનુ દેસાઈ
- કુંવરજી બાવળિયા
- હર્ષ સંઘવી
- પ્રફુલ પાનસેરિયા
- પુરૂષોત્તમ સોલંકી
આ 6 મંત્રીઓને મુખ્યમંત્રીએ જાતે ફોન કરીને જાણ કરી છે કે તેઓ નવનિયુક્ત કેબિનેટમાં સ્થાન મેળવશે. જોકે બીજા નવા મંત્રીઓની પસંદગી માટે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા સંપર્ક કરવામાં આવી રહ્યો છે.
નવીન કેબિનેટની યાદી:
- ભૂપેન્દ્રભાઈ રજનીકાંત પટેલ – ઘાટલોડિયા
- નિતીનભાઈ ભીજલ છંગા – અંજર
- રઘુવીર સિંહ ઠાકોર – વીવ
- વિજયકુમાર ગોરધનજી માણી – સિયા
- અશોકભાઈ ગણેશભાઈ પટેલ – વિસનગર
- પી.સી. બરંડા – મીળોતા (ST)
- દર્શના એમ. વાઘેલા – અસારા (SC)
- કાંતિલાલ અમૃતિયા – મોરબી
- કુંવરજીભાઈ બાવળિયા – જસદણ
- વિલાસભાઈ જોધા – જામનગર ઉત્તર
- રિતેશભાઈ આહિર – જામજોધપુર
- ડૉ. પ્રદ્યુમન વાઘ – કોડીનાર (SC)
- કાંતિબાઈ વેકરીયા – રાજકોટ દક્ષિણ
- પંકજભાઈ સોલંકી – ભાવનગર ગ્રામ્ય
- જીતુભાઈ વાઘાણી – ભાવનગર પશ્ચિમ
- અમરજીત નિમાવાલા સોલંકી – બોટાદ
- મનસુખભાઈ વેકરીયા – નાર
- આશા બેન ઝાલા – વાવ
- રોશનભાઈ ખારડ – રાજુલા (ST)
- મનીષાબેન વકીલ – વડોદરા શહેર (SC)
- ધર્મેશભાઈ પટેલ – અંકલેશ્વર
- મુકુલ પાંસેરિયા – કામરેજ
- હર્શ સંઘવી – મજુરા
- જયરામભાઈ ગામીત – નિજર (ST)
- નરેશભાઈ પટેલ – ગાણદેવી (ST)
- કનુભાઈ દેસાઈ – પારડી
નવું મંત્રીમંડળ 26 સભ્યોનું હોવાનું સામે આવ્યું છે. આ ફેરફાર ભાજપ માટે 2027ની ચૂંટણી પૂર્વે મહત્વપૂર્ણ રાજકીય સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે.