World

હજી આવી રહ્યા છે તુર્કીમાં ભૂકંપના આંચકા, WHOએ 20 હજાર લોકોના મોતની આશંકા વ્યક્ત કરી

નવી દિલ્હી: તુર્કીમાં (Turkey) ભૂકંપના (Earthquake) કારણે તબાહી મચી ગઈ છે. 24 કલાકમાં પાંચ વાર ભૂકંપના ઝાટકાને લીધે જનજીવન તહસનહસ થઈ ગયું છે. બરફ વર્ષા વચ્ચે લોકો ઘરની બહાર રસ્તા પર રહેવા મજબૂર થયા છે. દર બીજી મિનીટે કાટમાળમાંથી લાશો મળી રહી છે. આખે આખા પરિવારો મૃત્યુ પામ્યા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. તુર્કી અને સીરિયામાં (Syria) અત્યાર સુધીમાં 4800થી વધુ લોકોના મોત (Death)ના અહેવાલ છે. WHOએ મૃત્યાંક વધવાની આંશકા વ્યક્ત કરી છે. WHO દ્વારા 8 ગણી એટલે કે 20 હજાર લોકોના મોતની આંશકા વ્યક્ત કરવામાં આવી છે. આ તબાહી સોમવારે મળસ્કે શરૂ થઈ હતી. સોમવારે મળસ્કે 4.17 કલાકે 7.8 તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ આવ્યો હતો અને સૈંકડો લોકો ઉંઘમાં જ પોતાના ઘરની છત નીચે દબાઈને મૃત્યુ પામ્યા હતા.

  • પહેલો ભૂકંપ: વહેલી સવારે 4:17 કલાકે 7.8ની તીવ્રતા
  • બીજો ભૂકંપ : 11 મિનિટ બાદ 4:28 કલાકે 6.7ની તીવ્રતા
  • ત્રીજો ભૂકંપ: 19 મિનિટ બાદ 4:49 કલાકે 5.6ની તીવ્રતા
  • બીજો દિવસ-ચોથો ભૂકંપ: સવારે 5.9ની તીવ્રતા
  • પાંચમો ભૂકંપ: બપોરે 5.4 તીવ્રતા

તુર્કી હજી પણ ભૂકંપના આંચકા અનુવાયા રહ્યા છે. મંગળવારે બપોર સુધીમાં પાંચમીવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેની તીવ્રતા 5.4 માપવામાં આવી છે. જ્યારે મગંળવારે સવારે ચોથા આંચકાની તીવ્રતા 5.9 હતી. આ પહેલા સોમવારે તુર્કીમાં ભૂકંપના ત્રણ જોરદાર આંચકા અનુભવાયા હતા. આમાંથી પહેલો ભૂકંપ સવારે 4 વાગે 7.8ની તીવ્રતા સાથે આવ્યો હતો. તે સૌથી વધુ વિનાશનું કારણ બન્યું હતું. ત્યાર બાદ 7.5 અને 6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપ બાદ 77 આફ્ટરશોક આવ્યા હતા. આમાંથી એક આંચકો 7.5ની તીવ્રતાનો હતો. જ્યારે ત્રણ આંચકાની તીવ્રતા 6.0થી વધુ હતી. તુર્કીમાં છેલ્લા 24 કલાકમાં 3,381 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે જ સીરિયામાં પણ જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સીરિયા પણ 24 કલાકમાં 1500થી વધુના મોત થયા છે જ્યારે 4 હજાર લોકો ઘાયલ થયા છે. તુર્કી-સીરિયામાં અત્યાર સુધીમાં 4890 લોકોના મોત થયા છે. તુર્કીમાં 7 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે.

તુર્કીમાં સોમવારે સવારે 4.17 કલાકે ભૂકંપ આવ્યો હતો. તેની ઊંડાઈ જમીનની અંદર 17.9 કિલોમીટર હતી. ભૂકંપનું કેન્દ્ર ગાજિયનટેપ નજીક હતું. તે સીરિયા બોર્ડરથી 90 કિમી દૂર સ્થિત છે. આવી સ્થિતિમાં સીરિયાના અનેક શહેરોમાં ભૂકંપના જોરદાર આંચકા પણ અનુભવાયા હતા. તુર્કીમાં 100 વર્ષમાં આ સૌથી શક્તિશાળી ભૂકંપ હોવાનું કહેવાય છે. યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપ બાદ 77 આફ્ટરશોક આવ્યા હતા. આમાંથી એક આંચકો 7.5ની તીવ્રતાનો હતો. જ્યારે એક આંચકો 6.0ની તીવ્રતાનો હતો. આ તમામ ધ્રુજારીનું કેન્દ્ર ગાજિયનટેપથી 80 કિમીની ત્રિજ્યામાં હતું.

તુર્કી અને સીરિયામાં હજારો ઈમારતો પત્તાની જેમ ધરાશાયી
તુર્કી અને સીરિયામાં સોમવારે આવેલા ભૂકંપ બાદ તબાહીના દર્શ્યો જોવા મળી રહ્યા છે. બંને દેશોમાં અત્યાર સુધીમાં 4360 લોકોએ જીવ ગુમાવ્યા છે. ભૂકંપની તીવ્રતા 7.8 હતી. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે હજારો ઈમારતો પત્તાની જેમ ધરાશાયી થઈ ગઈ. તુર્કી પ્રશાસનનું કહેવું છે કે અત્યાર સુધીમાં 5606 ઈમારતો ધરાશાયી થઈ છે. તબાહીનું આ જ દ્રશ્ય સીરિયામાં પણ જોવા મળ્યું છે.

15000 થી વધુ ઘાયલ
તુર્કી અને સીરિયામાં અત્યાર સુધીમાં 4360 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 15000થી વધુ લોકો ઘાયલ થયા છે. ભૂકંપના કારણે તુર્કીમાં 5600થી વધુ ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ છે. એકલા તુર્કીમાં 2900 લોકો માર્યા ગયાના સમાચાર છે. જ્યારે સીરિયામાં સરકારના નિયંત્રણવાળા વિસ્તારોમાં 711 અને વિદ્રોહીના નિયંત્રણવાળા વિસ્તારોમાં 740 લોકોના મોત થયા છે. સીરિયામાં 3531 લોકો ઘાયલ છે જ્યારે તુર્કીમાં 14483 લોકો ઘાયલ છે.

ખરાબ હવામાનને કારણે બચાવ કાર્યમાં મુશ્કેલી
તુર્કીના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે હવામાન અને દુર્ઘટનાનો વિસ્તાર બચાવ ટીમો માટે પડકારો ઉભો કરી રહ્યો છે. ખરાબ હવામાનને કારણે રેસ્ક્યુ ટીમના હેલિકોપ્ટર પણ ઉડી શકતા નથી. એટલું જ નહીં તાજેતરમાં તુર્કી અને સીરિયાના ઘણા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ છે. જેના કારણે તાપમાનમાં પણ ઘટાડો થયો છે.

શા માટે તુર્કીમાં વારંવાર ભૂકંપ આવે છે?
મોટાભાગના તુર્કી એનાટોલીયન પ્લેટ પર આવેલું છે. આ પ્લેટની પૂર્વમાં પૂર્વ એનાટોલીયન ફોલ્ટ છે. ડાબી બાજુ ટ્રાન્સફોર્મરમાં ખામી છે. જે અરેબિયન પ્લેટ સાથે જોડાય છે. દક્ષિણ અને દક્ષિણપશ્ચિમમાં આફ્રિકન પ્લેટ છે. જ્યારે, ઉત્તર તરફ યુરેશિયન પ્લેટ છે, જે ઉત્તર એનાટોલીયન ફોલ્ટ ઝોન સાથે જોડાયેલ છે. એનાટોલીયન ટેકટોનિક પ્લેટ ઘડિયાળની દિશામાં આગળ વધી રહી છે તુર્કીની નીચે એનાટોલીયન ટેકટોનિક પ્લેટ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં આગળ વધી રહી છે. એટલે કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં. તેમજ અરેબિયન પ્લેટ તેને આગળ ધપાવી રહી છે. હવે જ્યારે અરેબિયન પ્લેટ ફરતી એનાટોલીયન પ્લેટને દબાણ કરે છે, ત્યારે તે યુરેશિયન પ્લેટ સાથે અથડાય છે. ત્યારબાદ ભૂકંપના જોરદાર આંચકા આવે છે.

Most Popular

To Top