Gujarat

રાજ્યમાં કોરોના નવા 471 કેસ : વધુ 1નું મોત, 12,487 વ્યકિતઓને રસી અપાઈ

રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં ગુરૂવારે નવા 471 કેસ નોંધાયા હતા. જ્યારે રાજ્યમાં અમદાવાદ મનપામાં 1 મૃત્યુ નોંધાયું છે. આમ રાજ્યમાં કુલ મૃત્યુ આંક 4372 પર પહોંચ્યો છે. ગુરૂવારે 727 દર્દીઓ સાજા થયા છે. આમ દર્દીઓની સાજા થવાનો દર 96.17 ટકા રહ્યો છે.

રાજ્યના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાક દરમિયાન ગુરુવારે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ મનપામાં 91, સુરત મનપામાં 79, વડોદરા મનપામાં 72, રાજકોટ મનપામાં 43, ભાવનગર મનપામાં 7, ગાંધીનગર મનપામાં 7, જામનગર મનપામાં 4 અને જૂનાગઢ મનપામાં 7 કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 12 કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યા 5,491 વેન્ટિલેટર ઉપર 52 અને 5,439 દર્દીઓ સ્ટેબલ છે. જ્યારે રાજ્યમાં આજની તારીખે કુલ 4,69,694 વ્યક્તિઓ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. રાજ્યમાં 16મી જાન્યુઆરીથી રસીકરણની શરૂઆત કરવામાં આવી છે, રાજ્યના કુલ 161 કેન્દ્રો પર 12,487 વ્યકિતઓને રસી આપવામાં આવી છે.

અત્યાર સુધીમાં કુલ 35,851 લોકોને રસી અપાઈ ચૂકી છે. રાજ્યમાં રસીને કારણે એકપણ વ્યકિતને આડ અસર થઈ નથી. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સિનિયર તબીબો, જે-તે વિભાગના વડા, નર્સિંગ સ્ટાફ, સફાઇ કર્મીઓ, પેરામેડિકલ સ્ટાફમાં કોરોના રસીકરણ માટે અત્યાર સુધીમાં 273 હેલ્થકેર વર્કરોએ કોરોનાની રસી લીધી છે અને એક પણ આડ અસરનો કેસ નોંધાયેલ નથી. ગુરૂવારે આજે 100 હેલ્થકેર વર્કરોએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો હતો જેમાં 59 પુરુષો અને 41 સ્ત્રીઓનો સમાવેશ થાય છે. આજે વેક્સિનનો ડોઝ લીધેલ હેલ્થકેર વર્કરોમાં 78 તબીબો, 15 નર્સિંગ સ્ટાફ, 7 જેટલા અન્ય સ્ટાફ જેમાં સીક્યુરીટી કર્મચારીઓ અને સફાઇકર્મીઓનો સમાવેશ થાય છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top